બાઈક પર સવાર પિતા અને પુત્ર અને રસ્તામાં નડ્યો અકસ્માત… પિતાની નજર સામે 3 વર્ષના દીકરાનું મોત… પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 5:55 pm, Mon, 31 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માતો એવા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે. ઘણા અકસ્માતો તો એવા હોય છે જેમાં ઘટના સ્થળે જ અકસ્માતમાં ભોગ બનાર લોકોનું મૃત્યુ થઈ જાય છે. હાલમાં રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

ત્યારે આ અકસ્માતના કિસ્સાઓમાંથી ઘણી વખત મોત થઈ જવાથી મૃત્યુ પામનારા પરિવારજનો પર મોટી આફત આવી પડતી હોય છે. ક્યારે વડોદરામાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે જ્યાં એક પિતા તેમના બાળકને બાઇક પર બેસાડીને રોડ ઉપર નીકળે છે.

ત્યારે અકસ્માત સર્જાતા પિતાની નજર સમક્ષ અકસ્માત થી બાળકનું મોત નીપજે છે. પોલીસે હાલ તો આ સમગ્ર મામલે આરોપી ટેમ્પો ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ખાતે આવેલ ભાયલી ગામમાં અંબા માતાના મંદિરની પાછળની બાજુ ભાડાના મકાનમાં વસવાટ કરતા સંજય રાવલ એ પોતાની નજર સામે જ પોતાના ત્રણ વર્ષના માસુમ દીકરાને મરતા જોયો હતો.

તરફડીયા મારી અંતિમ શ્વાસ લેતા જોયો. પિતા સંજય પાસે ત્રણ વર્ષના માસુમ બાળક યુવરાજે દૂધ પીવાની જીદ કરતા સંજયભાઈ ગતરોજ સાંજના સમયે તેમના દીકરા યુવરાજને બાઈક પર બેસાડીને બજાર જવા માટે નીકળ્યા હતા. ત્યારે ભાયલી ગામના સ્મશાન પાસે સંજયભાઈ અને તેમનો દીકરો બાઈક પર સવાર થઈને પહોંચે તે દરમિયાન અચાનક જ એક ટેમ્પો રોંગ સાઈડ થી આવીને બાઈક પર સવાર થઈને જઈ રહેલા બંને પિતા પુત્રને અડફેટે લે છે.

જેમાં ત્રણ વર્ષના યુવરાજનું હવામાં ફંગોળાઈને નીચે જમીન પર પટકાતા મોત નીપજે છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે આરોપી ટેમ્પો ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ યુવરાજના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા પછી પરિવારને સોંપવામાં આવ્યો હતો. યુવરાજ નું મોત નીપજતા હાલતુ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર સવાર પિતા અને પુત્ર અને રસ્તામાં નડ્યો અકસ્માત… પિતાની નજર સામે 3 વર્ષના દીકરાનું મોત… પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*