સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. પાંડેસરા વિસ્તારમાં એક 35 વર્ષના દિવ્યાંગ યુવકનું કરુણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર દિવ્યાંગ યુવક ઘરના રસોડામાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પછી પરિવારના સભ્યો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે દિવ્યાંગ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે દિવ્યાંગ યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ મુકેશ હતું. મુકેશ સાંભળી અને બોલી શકતો ન હતો. મુકેશ બે યુવકો સાથે પાંડેસરા ના પુનિત નગરમાં ભાડાના રૂમમાં રહેતો હતો. કેશના ભાઈ એ જણાવ્યું કે તેને દારૂ પીવાની ટેવ હતી. ત્રણ વર્ષ પહેલા મુકેશના લગ્ન થયા હતા.
લગ્ન બાદ પારિવારિક ઝઘડાના કારણે મુકેશની પત્ની તેને છોડીને જતી રહી હતી. ત્યારે મુકેશ સંચા ખાતામાં કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતું હતું. મુકેશના ભાઈ વધુમાં જણાવ્યું કે ગઈકાલે પડોશીના કેટલાક લોકોએ મને જાણ કરી હતી. ઘરમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહે છે.
ત્યારે ત્યાં જઈને જોયું ત્યારે અંદર રસોડામાં મુકેશ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેની સાથે રહેતા બે યુવકો પણ ગાયક થઈ ગયા હતા. ત્યારબાદ મુકેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment