માં-બાપ વચ્ચે થયેલા ઝઘડામાં દીકરાનું મોત…બાપે દીકરાને જીવતો કુવામાં ફેંકી દીધો અને પછી કંઈક એવું કર્યું કે… આખી ઘટના સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે…

The father threw the son into the well: નવસારીમાં(Navsari) બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. નવસારીના ખેર ગામમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં માસુમ દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો( father threw the son into the wel in Navsari) છે. મળતી માહિતી અનુસાર પિયરમાં રહેતી પત્ની તેના પુત્રને લેવા આવે છે. આ વાતની જાણ થતા જ પતિ ચપ્પુ લઈને પત્ની પાસે ગયો હતો. ત્યાં પતિએ પોતાની પત્ની ઉપર ચપ્પુ વડે પ્રહાર કર્યા હતા.

ત્યારબાદ તે ઘરે આવ્યો હતો અને પોતાના દીકરાને જીવતો કુવામાં ફેંકી દીધો હતો અને પછી પોતે પણ તે કૂવામાં કૂદી ગયો હતો. આ વાતની જાણ દાદીને થતા દાદી પૌત્રને બચાવવા માટે કૂવામાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ બુમાબુમ થતા જ ગામના લોકો કુવા પાસે દોડી આવ્યા હતા. ત્યારબાદ કુવામાં દોરડા નાખીને અંદર પડેલા તમામ લોકોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. આ ઘટનામાં યુવક અને તેની માતા તો બચી ગયા હતા. પરંતુ પાણીમાં ડૂબી જવાના કારણે માસુમ બાળકોનું મોત થયું હતું.

જે કૂવામાં પુત્રને નાખી દીધો તેની તસવીર

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પિતાની અટકાયત કરીને વધુમાં તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ખેર ગામમાં રહેતા જગદીશ પટેલ અને તેમની પત્ની પીનલ વચ્ચે ઘણા લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો. જેના કારણે પીનલબેન પોતાની દીકરીને લઈને પિયરમાં રહેવા જતા રહ્યા હતા. જ્યારે જગદીશ પટેલ પોતાના દીકરા જય સાથે ખેરગામમાં રહેતા હતા.

પીનલબેન

જયને તેની માતાની યાદ આવતી હતી એટલે દીકરાએ પોતાની માતાને ફોન કરીને કહ્યું હતું કે મને અહીંથી લઈ જાઓ. જેથી પીનલબેન પોતાના દીકરાને લેવા માટે ખેરગામ આવવા માટે નીકળ્યા હતા. આ વાતની જાણ જગદીશ પટેલને તથા જ તેઓ ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયા હતા. ત્યારબાદ જગદીશ પટેલ પોતાની પત્ની પાસે ગયા હતા રસ્તામાં જ પત્નીને ઉભી રાખીને પત્ની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને ત્યાંથી ભાગી ગયા હતા.

ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકઠા થયા

ત્યારબાદ જગદીશ પટેલ ઘરે આવ્યા હતા. ત્યારબાદ પોતાના દીકરાને પાછળના વાડામાં લઈ ગયા હતા. દીકરો કાંઈ સમજે તે પહેલા તો પિતાએ પોતાના દીકરાને કુવામાં ફેંકી દીધો હતો. અને ત્યારબાદ પોતે પણ કુવામાં કૂદી ગયા હતા. આ વાતની જાણ દાદીને થતા જ દાદી પોતાના પૌત્રને બચાવવા માટે દોડીને કૂવામાં હતા. ત્યારબાદ ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ગામના લોકો જગદીશ પટેલ અને તેમની માતાને બચાવી શક્યા, પરંતુ માસુમ દીકરા જઈને બચાવી શક્યા નહીં. પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મોત થઈ ગયું હતું. કૂવામાંથી બહાર નીકળ્યા બાદ જગદીશ પટેલ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી જગદીશ પટેલને પકડી પાડ્યો હતો.

 

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*