છેડતી કરવી ભારે પડી ગઈ..! અમદાવાદમાં વિદ્યાર્થીનીની છેડતી કરતા યુવકને લોકોએ પકડીને મારી મારીને ભૂત બનાવી દીધો… જુઓ વાયરલ વિડિયો…

Ahmedabad: અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં અમુક યુવાનો યુવતીઓની છેડછાડ કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ લોકોને આ છેડછાડ ભારે પડતી હોય છે, આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના ભૂલાભાઈ પાર્ક(Bhulabhai Park) પાસે વિદ્યાર્થીનીની છેડતી કરવી એક રોમિયો ને ભારે પડી છે.

તેમાં સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થીની ની છેડતી કરનાર યુવકને પકડી મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે વિદ્યાર્થીનીએ પણ પટ્ટા વડે માર માર્યો હતો, ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકને કબજામાં લીધો હતો.

જાહેરમાં વિદ્યાર્થીની ની છેડતીની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિગતવાર જાણીએ તો અમદાવાદના ભૂલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે વહેલી સવારે એક વિદ્યાર્થીની સ્કૂલે જતી હતી. ત્યારે એક યુવકે વિદ્યાર્થીની ની પાછળ જઈને છેડતી કરી હતી,

જેનો વિદ્યાર્થીની એ પ્રતિકાર કરીને બુમાબૂમ કરતા રસ્તા પર જતા સ્થાનિક લોકોએ પણ છેડતી ના બનાવ જોતા તરત જ યુવકને રોકીને માર્યો હતો. જોકે આ યુવક અવારનવાર છેડતી કરતો હોવાનું પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. છેડતી નો ભોગ બનનાર વિદ્યાર્થીનીએ લોકોને આપવીતી જણાવતા લોકોએ આરોપીને પકડીને માર માર્યો હતો.

સ્થાનિક મહિલા અને પુરુષોએ ભેગા મળીને યુવકને માર મારીને કાગડાપીઠ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. યુવકનું નામ વિજય સરકરે અને ભુલાભાઈ પાર્ક પાસે જ રહેતો હોવાને પ્રાથમિક માહિતી મળી છે. યુવક અવારનવાર રોડ પર આવતી જતી યુવતી કે મહિલાની છેડતી કરતો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*