રસ્તાની વચ્ચોવચ ઉભેલા ડમ્પર સાથે બસની જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત… હાઇવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…

Madhya Pradesh Accident: છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ડમ્પર સાથે બસની ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા(Madhya Pradesh Accident 3 people died) છે. જ્યારે 10થી પણ વધારે મુસાફરો ઇજાગ્રસ્ત(10 passengers injured) થયા છે.

જેમાં થી 2 મુસાફરોની હાલત વધારે પડતી ગંભીર છે. આ ભયંકર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહે છે. ગવાલિયર થી દિલ્હી જઈ રહેલી બસ પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ હતી. જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બની હતી.

10 से ज्यादा यात्री घायल, 2 की हालत गंभीर; घटना से पहले बस में आग भी लगी थी  | Bus accident in Morena, Latest News and Updates, Madhya Pradesh Hindi  News - Dainik Bhaskar

અકસ્માતની ઘટના બન્યા બાદ મુરેના-ધૌલપુર હાઈવે પર બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સ્લીપર કોચ બસ ગવાલિયર થી મોટી રાત્રે 12 વાગ્યાની આસપાસ દિલ્હી જવા માટે રવાના થઈ હતી. આ દરમિયાન રસ્તામાં બસ રસ્તાની વચ્ચે ઉબેલા ડમ્પર સાથે અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં બસમાં સવાર ત્રણ મુસાફરોના મોત થયા હતા. જ્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

અકસ્માતની ઘટનામાં બસના ડ્રાઇવર સહિત બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે નજરે જોનાર લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલકનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*