પત્નીએ પોતાના પતિનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો, પછી પતિની લાશ પાસે બેસીને પત્નીએ કંઈક એવું કર્યું કે… આખી ઘટના સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે…

Chhattisgarh Wife killed husband: દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાના જ પતિનું ગળું દબાવીને તેનો જીવ લઈ(Chhattisgarh Wife killed husband) લીધો હતો. પતિનું જીવ લીધા બાદ મહિલાએ પતિના મૃતદેહની બાજુમાં બેસીને કાંઈક એવી હરકત તરીકે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના છત્તીસગઢના દુર્ગા જિલ્લામાં બની હતી. આ ઘટનામાં પત્નીએ પોતાના પતિનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો, ત્યાર પછી પતિના મૃતદેહની બાજુમાં બેસીને આગ લગાવી હતી. પછી આરોપી પત્નીએ પોતાના વાળ કાપીને તે આગમાં સળગાવ્યા હતા. આ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિનો ભાઈ ત્યાં પહોંચી આવ્યો હતો.

ત્યારે આરોપી પત્ની કહેવા લાગી કે, મારી અંદરની આત્માએ તારા ભાઈનો જીવ લીધો છે. ત્યારબાદ મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈએ પોલીસને જણાવ્યું કે, તેના ભાભી સંગીતા સોની માનસિક રીતે બીમાર છે. ગુરૂવારના રોજ મોડી રાત્રે 11:30 વાગ્યાની આસપાસ સંગીતાએ પોતાના પતિ દિલીપનો જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોપી મહિલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા દિલીપ સોની હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી. ગુરૂવારના રોજ મોડી રાત્રે દિલીપ સોનીનો ભાઈ અનુપ સોની જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘરમાંથી ધુમાડા નીકળતા હતા. ત્યાર પછી અનૂપે પોતાની બહેનને બોલાવીને દિલીપના ઘરે પહોંચ્યો હતો અને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.

ત્યારે તેની ભાભી સંગીતાએ કહ્યું કે મેં તારા ભાઈનો જીવ લઈ લીધો છે. હું ખૂબ જ નર્વસ છું. પછી અનૂપે સંગીતાને દરવાજો ખોલવાનું કહ્યું પરંતુ તેને દરવાજો ખોલ્યો નહીં. ત્યાર પછી અનુપ છત ઉપરથી ઘરની અંદર ગયો હતો. ત્યારે તેના ભાઈ દિલીપનું મૃતદેહ પલંગ પર પડ્યું હતું અને સંગીતા જમીન પર આગ લગાવીને બેઠી હતી અને પોતાના વાળ કાપીને તેમાં સળગાવતી હતી.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલો દિલીપ ટ્રક ડ્રાઇવર હતો અને તેને બે દીકરાઓ છે. જાણવા મળી રહ્યું છે કે સંગીતાએ દુપટ્ટા વડે દિલીપ નું ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*