Surat, Velanja: આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. સુરતના(Surat) વેલંજા(Velanja) વિસ્તારનો આશ્ચર્યજનક વિડીયો સામે આવ્યો છે, જેમાં અંડર પાસમાંથી બસ હંકારી ચાલકે ગર્ડર(girder) તોડી નાખ્યો હતો. ગર્ડર નો એક ભાગ બસની ઉપર હોવા છતાં ખાનગી બસ નો ચાલક રોકાયો નહીં. લોખંડ નો મોટો ભાગ બસના માથે હોવા છતાં મુસાફરોથી ભરેલી હંકારી મૂકી હતી.
ખાનગી ટ્રાવેલ્સના ચાલકની આ ગંભીર બેદરકારીને કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના વેલંજા પાસેના બ્રિજ નીચેથી અંડરપાસમાંથી કોઈ મોટું વાહન અંદર પ્રવેશી ન જાય તેના માટે ગર્ડર ગોઠવવામાં આવ્યો હતો.
સુરતમાં મોટા વાહનોના પ્રતિબંધ વિસ્તારમાંથી બસ ઘુસાવી દીધી, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/kcFlMvamvs
— GUJJU ROCKZ (@gujju_rockz) June 9, 2023
સામાન્ય રીતે આવો ગર્ડર રેલવે સ્ટેશન અથવા શહેરના કેટલાક પ્રવેશ સ્થળ પર મૂકવામાં આવે છે. જે કરીને વધુ ભારે વાહનો આ રસ્તામાં પ્રવેશી ન શકે, પરંતુ અહીં તો હદ પાર થઈ ગઈ. ઘનશ્યામ ટ્રાવેલ્સ ના ચાલક દ્વારા પહેલા તો આ રસ્તા પર પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં બસ તે રસ્તા પર નાખી અને ઓછામાં પૂરું તે રસ્તા પરના ગર્ડર ને તોડી નાખી સાથે લેતા ગયા.
બ્રિજ નીચેથી પસાર થતી વખતે ગર્ડરની પણ ચિંતા કર્યા વગર સીધી ગાડી હંકારી દીધી હતી. તેના કારણે ગર્ડર તૂટી ગયું હતું. ખાનગી ટ્રાવેલ્સના ચાલકને જાણે કોઈ ચિંતા ના હોય તે રીતે ગાડી હકારતો હોવાનું જણાય આવ્યું હતું. જ્યાંથી કોઈ મોટું વાહન પસાર થાય એવી સ્થિતિ ન હોવા છતાં તેણે બળજબરીથી પોતાની બસને ગર્ડર હોવા છતાં નીચેથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
જેના કારણે ગર્ડર તો તૂટ્યો હતો, પરંતુ તેનો એક ભાગ બસની ઉપર જ હતો. લોખંડ નો આ જાડો પટ્ટો ખૂબ જ વજનદાર હોય તે સ્વાભાવિક છે છતાં પણ ઉપરના ભાગે ગર્ડરનો ભાગ કોઈ વાહન ચાલક કે રાહદારી પર પડ્યો હોત તો તેનું જીવનુ જોખમ પણ થઈ શકે. પરંતુ ખાનગી ટ્રાવેલ્સના વાહન ચાલકો કેટલી બેદરકારી રીતે ગાડી હકારતા હતા તે અહીં સ્પષ્ટ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment