આજકાલ અકસ્માતના(Accident) કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ઘણા વાહન ચાલકો ખૂબ જ ઝડપમાં વાહન ચલાવીને અન્ય લોકોનો જીવ જોખમમાં નાખતા હોય છે. ત્યારે હાલમાં કડી(Kadi) તાલુકાના નંદાસણ-છત્રાલ હાઇવે(Nandasan-Chhatral Highway) ઉપર બનેલી એક અકસ્માતની ઘટના વિશે આપણે વાત કરવાના છીએ. અકસ્માતની ઘટના વિશે વાત કરીએ તો ત્રણ લોકો બિલેશ્વરપૂરા પાટીયા પાસે રોડ ઉપર એક રિક્ષામાંથી ઉતરીને રોડની બીજી તરફ જઈ રહ્યા હતા.
ત્યારે ઝડપમાં આવી રહેલી સ્વીફ્ટ કારે રોડ ક્રોસ કરી રહેલા ત્રણેય લોકોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં ત્રણેય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ત્રણેયનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતકોમાં બે પતિ-પત્ની પણ હતા. અકસ્માતની ઘટના સર્જાતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની માહિતી મળ્યા બાદ કલોલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટનાના કારણે પાંચ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનામાં જેટાણા તાલુકાના મુદરડા ગામના વતની હરીચંદજી ઠાકોર અને તેમની પત્ની અમૃતાબેન ઠાકોરનું મોત થયું છે.
આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં કાળાજી ઠાકોર નામના વ્યક્તિનું પણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર ત્રણેય લોકો પોતાના વતનથી મજૂરી કામ કરવા માટે રિક્ષામાં નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક ઝડપી સ્વીફ્ટ કારે ત્રણેયને ફૂટબોલની જેમ હવામાં ફંગોળીયા હતા.
આ કારણોસર ત્રણેય લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. એક સ્વીફ્ટ ચાલકની બેદરકારીના કારણે પાંચ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર GJ 01 RG 0138 નંબરની કારે ત્રણેય લોકોને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યારબાદ 108 ની મદદ થી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ કલોલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારચાલકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment