રોડ ક્રોસ કરી રહેલા 6 વર્ષના માસુમ બાળકને પીકઅપ ચાલકે કચડી નાખ્યો, બાળકના શરીરના ચુંદા નીકળી ગયા… જુઓ મોતનો લાઈવ વિડિયો…

Published on: 1:23 pm, Mon, 5 June 23

Accident: હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે માસુમ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી અકસ્માતની ઘટનામાં તેવું જ કાંઈક બન્યું છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે એક પીકઅપ(Pickup) ચાલકની બેદરકારીના કારણે 6 વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના અમરોહમાં રવિવારના રોજ રાત્રિના સમયે બની હતી. 6 વર્ષનો માસુમ બાળક રોડ ક્રોસ કરીને પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન વળાંક પર પીકઅપ ચાલકે માસુમ બાળકોને કચડી નાખ્યો હતો. સૌપ્રથમ પીકપનું આગળનું ટાયર બાળકના શરીર ઉપર ચડી ગયું હતું અને પછી પાછળના ટાયરમાં માસુમ બાળક ગયો હતો.

સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકને મેરીટ મોકલી આપ્યો હતો. મેરઠ હાઈ સેન્ટર લઈ જતી વખતે બાળકનું મોત થયું હતું. જ્યારે બીજી તરફ અકસ્માતની ઘટના બન્યા બાદ પીકઅપ ચાલક ઘટના સ્થળે પીકઅપ મૂકીને ફરાર થઈ ગયો હતો.

દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું. દીકરાની માતા બેભાન થઈ ગઈ હતી. આ હાથ બચાવી દેનારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાની દુકાન પાસે કામ કરી રહ્યો છે.

આ દરમિયાન એક બાળક બકરી લઈને રોડ ક્રોસ કરીને આગળ નીકળે છે. ત્યારે તેની પાછળ છ વર્ષનો બાળક પણ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પીકઅપ ચાલકે 6 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. બાળકને કચડી નાખ્યા બાદ પીકઅપ ચાલક થોડીક આગળ જઈને પીકઅપ મૂકી દે છે અને પછી ત્યાંથી ફરાર થઈ જાય છે.

આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેને યોગ્ય સારવાર મળે તે પહેલાં તો તેનું કરુણ મોત થઈ ગયું હતું. માત્ર છ વર્ષના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટ યોજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ ક્રોસ કરી રહેલા 6 વર્ષના માસુમ બાળકને પીકઅપ ચાલકે કચડી નાખ્યો, બાળકના શરીરના ચુંદા નીકળી ગયા… જુઓ મોતનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*