મધર્સ ડે(Mother’s Day): “માં” આ શબ્દમાં જ આખી દુનિયા સમાઈ જાય છે માં આપણી સાથે હોય તો આપણે દુનિયાની દરેક જંગ આસાનીથી જીતી જઈએ છીએ. કહેવાય છે ને કે “માં તે માં બીજા બધા વગડાના વા” આ કહેવત ખરા અર્થમાં સાચી જ છે. કારણ કે માતા વગરની દુનિયાની કલ્પના કરવી ખૂબ જ અઘરી છે. ત્યારે રાજકોટ(Rajkot) માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે સાંભળીને તમારા રુવાડા ઉભા થઈ જશે. એક માતા પોતાના જીવનમાં કેવા કેવા પડાવ પાર કરે છે અને એ પણ હસતા મોઢે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી.
એક માતાએ પહેલા તેનો પતિ ગુમાવ્યો, તેનું દુઃખ ઓસર્યુ ન હતું. ત્યાં જુવાનજોધ દીકરાની બંને કિડની ફેલ થઈ હતી, માથા પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ આવી ગઈ. પોતાના દિલની વાત પોતાની મુશ્કેલી કોને કહેવી કારણકે પતિએ તો પહેલા જ દુનિયાને અલવિદા કહી દીધી હતી. 24 વર્ષના દીકરાની કિડની ફેલ થતાં કુદરત અગ્નિ પરીક્ષા લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ આ માતાએ હિંમત ન હારી.
જેવી જ માતા ને ખબર પડી કે તેના દીકરાની બંને કિડની ફેલ છે તો માતાએ કંઈ પણ વિચાર્યા વગર ડોક્ટરને કહી દીધું કે તે પોતાની કિડની પોતાના દીકરાને દાન કરશે. ત્યાં તો સૌની આંખો ભીંજાઈ ગઈ અને ડોક્ટરે તમામ રિપોર્ટ કર્યા અને સદનસીબે માતાની કિડની દીકરા સાથે મેચ થઈ ગઈ હતી. આજે માતા અને દીકરા બંનેની તબિયત સારી છે, માતાની આંખમાંથી હજુ આંસુ સુકાઈ રહ્યા નથી. બસ લોકોને એટલે જ વિનંતી કરી રહ્યા છે કે પરિવારના એક સભ્યની પણ તબિયત ખરાબ હોય તો તેની હિંમત બનીને ઊભા રહેજો.
માતા ગીતાબા જાડેજા એ પોતાના દીકરા વિશે વાત કરતા કહ્યું કે મારા 24 વર્ષના દીકરા વિશ્વરથ સિંહ જાડેજા ની કિડની ખરાબ થઈ ગઈ હતી. જેથી ડોક્ટરે કિડની ટ્રાન્સલેટ કરવાનું કહ્યું હતું જેથી ગીતાબા જાડેજા એ કંઈ પણ વિચાર્યા વગર ડોક્ટર ને કહી દીધું કે હું મારી કિડની મારા દીકરાને આપીશ. જેથી માતાએ હસતા મોઢે પોતાના દીકરાને કિડનીનું દાન કર્યું અને નવજીવન આપ્યું છે. તેમણે કહ્યું કે પરિવારમાં એક સભ્ય ન હોય તો તેનું દુઃખ શું છે તે હું જાણું છું, મારા દીકરાને પિતા નથી એટલે કે એક માતા અને પિતા બંનેની ફરજ હું નિભાવ છું. હું હિંમત રાખું છું અને મારા દીકરાને પણ હિંમત આપું છું,
આવી પરિસ્થિતિમાં મારા બંને ભાઈએ મને ખૂબ સાથ આપ્યો છે. મારા ભાઈઓ મારું આ દુઃખ જોઈ શકતા ન હતા એટલે તો મને તેમની સાથે તેમના ઘરે લાવ્યા છે. જેથી ભગવાન મારા બે ભાઈઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપે મારા છોકરાની રક્ષા કરનાર, મારા માતા-પિતા બધું જ મારા બે ભાઈઓ છે. મારો દીકરો હવે સાચો થઈ ગયો છે એટલે હું ખૂબ જ ખુશ છું, કારણ કે મેં મારા દીકરાને દિવસ રાત હેરાન થતાં જોયો છે. મારો દીકરો ખૂબ જ તકલીફમાં હતો હું જોઈ શકતી ન હતી, પણ મેં હિંમત રાખી અને આજે મારો દીકરો સારો થઈ ગયો છે એટલે હું ખૂબ જ ખુશ છું.
પરિવારમાં જો કોઈને દુઃખ હોય તો પાછળ ન હટતા, તમારા જીવનનો થોડો પણ સમય તેને આપશો તો તે આપોઆપ સાજા થઈ જશે. મારા દીકરાને નીંદર ન આવતી તો હું જાગતી હતી, તેને હિંમત આપતી મારું પણ ઓપરેશન થયેલું હતું. ગીતાબા જાડેજા એ બી. ટી. સવાણી હોસ્પિટલ વિશે વાત કરતા કહ્યું કે અહીંયા નો સ્ટાફ પરિવારની જેમ ધ્યાન રાખે છે. દિવસ અને રાત જોયા વગર સ્ટાફ અને ડોક્ટર અમારી સેવા કરે છે અને બધી જ વાતનું ધ્યાન રાખે છે.
જમવાની તમામ સુવિધા સારી છે, 24 વર્ષના વિશ્વરથ સિંહ જાડેજા એ જણાવ્યું કે મને ઉલ્ટી થતી હતી અને છ મહિના પહેલા લોહી ઉડી ગયું હતું. જેથી અમે રિપોર્ટ કરાવ્યા ત્યારે જાણવા મળ્યું કે બંને કિડની ફેલ છે, જેથી અમે ડોક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે ડાયાલિસિસ કરવું પડશે. છેલ્લા બે મહિનામાં દર અઠવાડિયે બે વખત ડાયાલિસિસ કરાવ્યું હતું, ડોક્ટરે કહ્યું કે કિડની ટ્રાન્સલેટ કરવી પડશે એટલે મારા માતાએ કંઈ પણ વિચાર્યા વગર મને કિડની નુ દાન કર્યું છે. વિશ્વરથસિંહે કહ્યું કે અમે બી.ટી.સવાણી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે. અહીંયા ખૂબ જ કાળજી સાથે અને સારી રીતે કિડની ટ્રાન્સલેટ કરવામાં આવે છે અને સ્ટાફ પણ પરિવારની જેમ ધ્યાન રાખે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment