હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં લીલીયામાં(Lily) કડિયા કુંભાર જ્ઞાતિના ધવલ વિનોદભાઈ રાઠોડ નામના યુવકને ગઈકાલે અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવવાના કારણે 25 વર્ષના ધવલનું મોત થયું હતું. જાણવા મળી રહ્યો છે કે ધવલ બપોરના સમયે વાડીએ ગયો હતો અને સાંજે પરત આવતો હતો ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
ધવલ ની તબિયત બગડતા સ્થાનિક લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તો ધવલનું મોત થઈ ગયું હતું. છ મહિના પહેલા તેના જ વિસ્તારમાં આવેલી શેરીમાં રહેતી 22 વર્ષની પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. રાત્રિના સમયે ધવલનું મોત થયું છે આ વાતની જાણ ઘરના મહિલા સભ્યોને જણાવી ન હતી અને તેની સારવાર ચાલે છે તેવું ઘરના મહિલા સભ્યોને કહેવામાં આવ્યું હતું.
ત્યારે સવારે 7:00 વાગ્યાની આસપાસ બધાને જાણ થઈ કે ધવલનું મોત થઈ ગયું છે. ધવલના મોતના સમાચાર મળતા જ તેની પત્ની પોતાના રૂમના ગઈ હતી અને પછી તેને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. ત્યાર પછી ધવલની પત્નીએ પંખા સાથે ચૂંટણી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
પરિણામે આ ઘટનામાં ધવલની પત્નીનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. બંનેના મૃતદેહને લીલીયાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ એક સાથે બંનેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. નાના એવા ગામમાં એક સાથે જ બંનેની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું.
જાણવા મળી રહ્યું છે કે અગાઉ ધવલની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી. ત્યારે તેની માતાએ કિડની ડોનેટ કરીને ધવલને એક નવું જીવન આપ્યું હતું. મૃત્યુ પામેલા ધવલના પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૃત્યુ પામેલો ધવલ ચાર બહેનોમાં એકનો એક ભાઈ હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment