વિદેશની ધરતી પર વધુ એક ભારતીય યુવક પર ગોળી ચલાવીને જીવ લઈ લેવામાં આવ્યો… જુઓ ઘટનાના લાઈવ CCTV ફૂટેજ…

Published on: 11:11 am, Sun, 14 May 23

મિત્રો વિદેશની ધરતી પર રહેતા ભારતીય લોકોની જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વિદેશની ધરતી પર વધુ એક ભારતીય નાગરિકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર યુગાન્ડાના કમ્પાલામાં ઉત્તર ભંડારી નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

કમ્પાલાના સંસાદીય એવન્યુમાં ભારતીય નાગરિક પર અંધાધુન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઉત્તર ભંડારીનું કરુણ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, આરોપીએ અચાનક જ અંધાધુન ઉત્તર ભંડારી ઉપર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઉત્તર ભંડારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ઉત્તર ભંડારી ઉપર ફાયરિંગ કરનાર એક પોલીસ કર્મચારી હતો.

આ ઘટના બનતા જ કમ્પાલા સહિતના યુગાન્ડા વિસ્તારમાં રહેતા ભારતીય લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો તમને જણાવી દઈએ કે પાંચ તારીખના રોજ કેનેડામાં વસતો ભાવનગરનો યુવક અચાનક જ ગુમ થઈ ગયું હતું.

ત્યારબાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક ગુજરાતના DYSPનો દીકરો હતો. દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો