હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રક અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત આટલો ગંભીર હતો કે બોલેરોનો તો ચુંદો થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં બે કલાકનો સમય લાગ્યો હતો.
આ અકસ્માતની ઘટનામાં બે બિઝનેસમેન મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર બે મિત્રો દિલ્હીથી સરદારશહેર જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ચુરુ જિલ્લાના નૈનાસર ગામ પાસે તેમને અકસ્માત નડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 35 વર્ષીય રામચંદ્ર બગડીયા પોતાના વેપારી મિત્ર 37 વર્ષીય અંકિત ગુર્જર સાથે નોઈડા થી આવી રહ્યા હતા.
ત્યારે આજરોજ વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ રસ્તામાં એક ઝડપી ટ્રકે તેમની બોલેરોને ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં બોલેરો સવાર બંને મિત્રોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ક્રેનની મદદથી ટ્રકને બોલેરોથી દુર હટાવ્યો હતો. ત્યારબાદ અંદર ફસાયેલા બંને મિત્રોના મૃત દેને બહાર કાઢીને સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ મૃત્યુ પામેલા બંને યુવકના પરિવારજનોને કરી હતી.
ઘટનાની માહિતી મળતા જ રામચંદ્રના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. જ્યારે અંકિતના પરિવારજનોને હોસ્પિટલ પહોંચવામાં વાર લાગશે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે નજરે જોનાર લોકોના તો રુવાટા બેઠા થઈ ગયા હતા. વિગતવાર વાત કરીએ તો રામચંદ્ર બગડીયાને નોઈડામાં કાપડની ફેક્ટરી છે.
આ ફેક્ટરી અંકિતના પ્લોટ પર છે. રામચંદ્ર પણ સરદાર શહેરમાં જમીનનું કામ કરતો હતો. જ્યારે અંકિત ઘણી વખત રામચંદ્ર સાથે સરદાર શહેર આવતો હતો. રામચંદ્રના મૃત્યુના કારણે એક દીકરાને અને ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ બંનેના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment