લ્યો બોલો..! વડોદરામાં એક યુવક બધા કપડાં કાઢીને પેટ્રોલપંપ પર પહોંચ્યું, પછી તો યુવકે અહીં એવી ધમાલ મચાવી કે… વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો…

Published on: 3:48 pm, Thu, 11 May 23

વડોદરા(Vadodara): શહેર નજીક આવેલા ભીમાપુર પેટ્રોલ પંપ(Bhimapur Petrol Pump) પર બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવક એક પણ કપડા પહેર્યા વગર રાત્રિના સમયે પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો અને અહીં તેને આવીને હંગામો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ યુવકે પેટ્રોલ પંપ પર ધમાલ કરીને પેટ્રોલ પંપની નોઝલ ચાલુ કરી પેટ્રોલ જાહેરમાં ઉડાડ્યું હતું.

આ ઉપરાંત કેશિયરના કેબિનમાં જઈને ડ્રોઅરમાંથી પૈસા કાઢીને પણ ઉડાડયા હતા. આ ઘટના બનતા જ પેટ્રોલપંપના કર્મચારીઓ અને ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ વડોદરા તાલુકા પોલીસે યુવકની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે.

તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે યુવક માનસિક રીતે અસ્થિર છે. વિગતવાર વાત કરીએ તો ગઈકાલે ત્રણ વાગ્યાની આસપાસ ભીમાપુર પેટ્રોલ પંપ ખાતે એક પેટ્રોલ ભરનાર કર્મચારી હાજર હતો અને એક કેશિયર હાજર હતો. ત્યારે અંદાજે 30 થી 35 વર્ષની ઉંમરનો એક યુવક વસ્ત્રહીન પેટ્રોલ પંપ પર પહોંચી આવ્યો હતો.

આ યુવકને જોઈને પેટ્રોલ પંપનો કર્મચારી પણ ચોકી ઉઠ્યો હતો. કર્મચારી કાંઈ સમજે તે પહેલા તો યુવકે પેટ્રોલ પુરવાની નોઝલ લઈને પેટ્રોલ ઉડાડ્યું હતું. મળતી માહિતી અનુસાર આ યુવકે લગભગ 15000 રૂપિયાનું પેટ્રોલ નીચે ઢોળી દીધું હતું. ત્યારબાદ તે યુવક કેશિયરના કેબિનમાં પહોંચ્યો હતો. ત્યાં ટેબલમાંથી રોકડા રૂપિયા કાઢીને પણ ઉડાડવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પેટ્રોલ પંપ ના માલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક કોઈની વાત માનવા તૈયાર જ ન હતો. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે વસ્ત્રહીન યુવકને પકડી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ યુવક વડોદરામાં તેની માતા પાસે રહે છે અને તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા અને અગાઉ તે બેંકમાં નોકરી કરતો હતો. યુવક ના પિતા ભોપાલમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે અને યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફરિયાદ ન કરી આ કારણસર યુવકને છોડી દેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો