અકસ્માતોના હજારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, પરંતુ લોકો આ અકસ્માતો માંથી કઈ શકતા નથી. રોજબરોજ અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, કેટલા દેશમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા લાખોમાં છે. આ માના મોટાભાગના અકસ્માતો ઓવર સ્પીડિંગ ના કારણે થાય છે.
દરરોજ સુપરફાસ્ટ વાહનો બજારમાં આવી રહ્યા છે. જેના પર સવાર થઈને યુવાનો હવા સાથે સ્પર્ધા કરતા જોવા મળી રહ્યા છે, જોકે આ ઝડપી ગતિના કારણે સંકટ નો સામનો કેટલો ભયંકર થઈ શકે છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે, જેણે ઘણા લોકોને ચોંકાવી દીધા છે. હાલના સમયમાં ઝડપભેર દોડતા વાહનોના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે,
વધુ ઝડપે બાઈક સવારો તેને કાબુમાં રાખી શકતા નથી. જેના કારણે અકસ્માતો થાય છે, આવી પરિસ્થિતિઓમાં અકસ્માતો પણ ખૂબ જોખમી હોય છે. હાલમાં આવા જ એક ભયાનક અકસ્માત નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેજ સ્પીડમાં બાઈક સવાર યુવક અકસ્માત નો ભોગ બન્યો હોવાનું જણાય છે.
આ વિડીયો જોયા બાદ ઘણા લોકો બાઈક ચલાવતી વખતે સાવચેતી રાખશે તેવી અપેક્ષા છે. denealor 1 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક બાઈકર હાઇવે ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે પાછળથી એક વ્યક્તિ ખૂબ જ ઝડપે બાઈક ચલાવતો આવે છે,
તેની સામેથી એમ્બ્યુલન્સ ને ઓવરટેક કરીને તે રસ્તા પર ચાલતા વ્યક્તિને ટક્કર મારે છે. જેથી રાહદારી રોડ પર પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ જોવા મળે છે. આગળ જતા અકસ્માતમાં બાઇક સવારને પણ ગંભીર ઈજા થઈ હોવાનું જોવા મળે છે.
View this post on Instagram
રસ્તા પર એક વ્યક્તિને ટક્કર માર્યા પછી, બાઈક સવાર પોતાનું સંતુલન ગુમાવી બેસે છે, બેકાબુ થઈ જાય છે. જેને જોઈને બધા ચોંકી જાય છે, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ જોઈને યુઝર્સ ફુલ સ્પીડમાં બાઈક ચલાવવાથી બચવાની અપીલ કરતાં જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment