આપણે બધા લોકો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ડાયરા કિંગ તરીકે ઓળખાતા માયાભાઈ આહીરને તો ઓળખીએ છીએ અને તેઓએ થોડાક સમય પહેલા પોતાની લાડલી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે અને માયાભાઈ આહીર ના વેવાઈ અમરેલી જિલ્લાની અંદર આવેલા ભાજપના નેતા જીતુભાઈ ડેરા છે અને તેના પુત્ર મોનીલ માયાભાઇ ના જમાઈ છે.
મિત્રો તમને જણાવી દઈએ કે દીકરીના લગ્ન ત્રણ દિવસ સુધી યોજવામાં આવ્યા હતા અને આ ત્રણ દિવસ સુધી તેમના ઘરે ભવ્ય ખુશીનો માહોલ પણ હતો અને માયાભાઈ આહીર ગુજરાત રાજ્યની અંદર અને દેશભરની અંદર પોતાની આગવી ઓળખ ધરાવે છે અને તેમની દીકરીના લગ્ન પ્રસંગની અંદર મોટા મોટા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યો હતો.
અને મોટા મોટા નેતાઓથી લઈને ગાયક કલાકારો અને ફિલ્મી અભિનેતાઓની સાથે સાથે ધાર્મિક વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લગ્નના ત્રણ દિવસીય કાર્યક્રમની અંદર સૌથી પહેલા તો રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે ભવ્યથી અતી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ ત્રીજા દિવસે લગ્નની તમામ પ્રકારની વિધિઓ પૂરી કરવામાં આવી હતી અને લગ્નની અંદર વરરાજા કોઈ ગાડી અથવા ઘોડામાં નહીં પરંતુ હાથી ઉપર સવાર થઈને પરણવા આવ્યા હતા.ખાસ વાત એ છે કે ભાવનગરની અંદર તળાજા તાલુકાના બોરડા ગામના માયાભાઈ રહેવાસી છે.
અને તેઓએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ આ સફળતા મેળવી છે અને જેના લીધે તેઓ આજે ખૂબ જ મોટું નામ ધરાવે છે. માયાભાઈ ના દીકરી ના લગ્ન પ્રસંગ હોય ત્યારે તમામ લોકો ખૂબ જ ખુશ હતા અને ભવ્ય આયોજન જોઈને તમામ મહેમાનો પણ આચાર્યચકિત થઈ ગયા હતા અને તમામના મોઢા પર સ્મિત જોવા મળી હતી
અને જ્યારે દીકરીની વિદાય થતી હોય ત્યારે કયો બાપ ન રડે તેમ કિર્તીદાન ગઢવી જ્યારે દીકરી વિશે વાત કરતા હતા ત્યારે માયાભાઈ થી રડાઈ ગયું હતું. સૌરાષ્ટ્રના કવિ કહે છે કે મરેલો દિકરો હોય તેનું મોઢું જોઈને બાપ હજી આંસુ રોકી શકે પરંતુ જ્યારે દીકરીની વિદાય હોય ત્યારે દુનિયાનું કોઈ બાપ નથી જે પોતાની આંખમાંથી આંસુ રોકી શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment