ઘોર કળિયુગ આવી ગયો..! મજબૂરીમાં માત્ર 6 વર્ષનો દીકરો પોતાના બિમાર પિતાને લારીમાં સુવડાવીને હોસ્પિટલ લાવ્યો… વિડીયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારું પણ કાળજુ કંપની ઉઠશે. વીડિયો જોઈને તમે પણ કહેશો કે માનવતા મરી પડી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માત્ર 6 વર્ષનો દીકરો પોતાના બીમાર પિતાને લારીમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતો જોવા મળી રહ્યો છે.

શનિવારના રોજ આ ઘટના સામે આવી હતી. આ ચોક આવનારી ઘટના મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લાના બલિયારી શહેરમાં બની હતી. આ દ્રશ્યો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. ત્યાર પછી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે માસુમ બાળક લારીને ધક્કો મારી રહ્યો છે અને સાથે તેની માતા પણ છે.

તે માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બીમાર પિતાને હોસ્પિટલ લઈ જવા માટે પરિવારના સભ્યોએ એક કલાક સુધી એમ્બ્યુલન્સની રાહ જોઈ હતી. છતાં પણ એમ્બ્યુલન્સ ન આવી પછી બીમાર પિતાને લારીમાં હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે માત્ર છ વર્ષનો દીકરો લારીને ધક્કો લગાવીને હોસ્પિટલ તરફ આગળ વધી રહ્યો છે.

લગભગ ત્રણ કિલોમીટર સુધી લારી ચલાવીને દીકરો પોતાના પિતાને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો હોસ્પિટલ ની બહારનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છ વર્ષનો માસુમ બાળક હાથલારી ચલાવતો જોવા મળી રહ્યો છે.

લારીની સાથે એક મહિલા પણ ચાલતી જોવા મળી રહે છે. લારીની અંદર તમને એક વ્યક્તિ સૂતેલો જોવા મળશે. મિત્રો તમને જણાવી દે કે આ સુતેલો વ્યક્તિ કોઈ નહીં પરંતુ માસુમ દીકરાના પિતા જ છે. કહેવામાં આવી રહ્યું છે કે દીકરાના પિતાને હોસ્પિટલ લાવવા માટે એમ્બ્યુલન્સ ન મળે તે માટે મજબૂરીમાં માં અને દીકરો પિતાને લારીમાં નાખીને હોસ્પિટલ લાવ્યા હતા.

વાયરલ થઇ રહેલો વિડિયો ટ્વીટર પર sadaf Afreen નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો 48,000 થી પણ વધારે લોકોએ જોયો છે અને વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*