સુરતમાં ગેલેરીમાં સાફ-સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પડી, મહિલાનું ઘટનાસ્થળે દર્દનાક મોત… જુઓ મોતનો લાઇવ વિડિયો…

Published on: 2:16 pm, Tue, 14 February 23

સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. ગેલેરીમાં સાફ સફાઈ કરતી મહિલાઓ માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ગેલેરીમાં સાફ-સફાઈ કરતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે આંખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મહિલા જ્યારે ગેલેરીમાં સાફ-સફાઈ કરી હતી. ત્યારે અચાનક જ તે ત્રીજા માળેથી નીચે પડી હતી.

બિલ્ડીંગના ત્રીજા માળે ગેલેરીમાંથી નીચે પડવાના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વિગતવાર વાત કરીએ તો ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ફ્લેટમાં આ ઘટના બની હતી. અહીં ત્રીજા માળે રહેતા ભારતીબેન પટેલ ગેલેરીમાં સાફ સફાઈ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેઓ ત્રીજા માળેથી નીચે પડ્યા હતા. આ કારણોસર ભારતીબેન નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે, વહેલી સવારે ભારતીબેન ફ્લેટમાં બાલ્કની માં સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ ત્રીજા માળેથી નીચે પડી ગયા હતા.

ત્યારબાદ ભારતીબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે ભારતીબેનને મૃત જાહેર કર્યા હતા. ભારતીબેનનું મૃત્યુ થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે. સમગ્ર ઘટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જેમાં તમે જોઈ શકો છો કે એક મહિલા અચાનક જ ઉપરથી નીચે પડે છે. આ ઘટના બનતા જ ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ગેલેરીમાં સાફ-સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પડી, મહિલાનું ઘટનાસ્થળે દર્દનાક મોત… જુઓ મોતનો લાઇવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*