મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર તમે લગ્ન સંબંધિત ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં લગ્નમાં સાવ નાની એવી વાતમાં થયેલી મોટી બબાલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તમે જોઈ શકો છો કે લગ્નમાં હાજર મહેમાનો જપાજપી કરી રહ્યા છે. આ બબાલ થવાનું કારણ જાણીને તમે પણ ખડખડાટ હસી પડશો. મિત્રો તમે ઘણા લગ્નની અંદર એવું જોયું હશે જેમાં ફુઆ ખૂબ જ ગુસ્સામાં જોવા મળતા હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના બાગપતમાં એક લગ્નમાં ફુઆના કારણે મોટી બબાલ થઈ ગઈ હતી.
જ્યાં લગ્નમાં ફુઆ નારાજ થતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનેક લોકો એકબીજા સાથે માથાકૂટ કરી રહ્યા છે. આ ઉપરાંત રસ્તા ઉપર કેટલીક મહિલાઓ પણ દડતી જોવા મળી રહે છે. તો ચાલો જાણીએ આખો વિવાદ શું હતો.
વિગતવાર વાત કરીએ તો બાગપત જિલ્લાના ગુરાના ગામની આ ઘટના છે. અહીં લગ્નમાં વરરાજાના ફુઆ સાથે યોગ્ય વ્યવહાર ન થતા ફુઆ ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે લગ્નમાં ફુઆ જમવા માટે ગયા ત્યારે તેમને જમવામાં પનીર ન મળ્યું હતું.
જે કારણોસર તેમનો ગુસ્સો ખૂબ જ વધી ગયો અને આ ગુસ્સાએ ખૂબ જ મોટો વિવાદ પકડી લીધો હતો. આ બાબતને લઈને સૌપ્રથમ બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ધીમે ધીમે વધી ગઈ કે બંને પક્ષોઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી.
शादी में फूफा को पनीर नहीं मिला तो हुए नाराज, जमकर हुई मारपीट pic.twitter.com/ZtNrV2QYLG
— Ravi Prashant (@IamRaviprashant) February 9, 2023
આ ઘટનાની જાણ કરતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment