ભાઈની બેની લાડકી..! ભાઈઓએ બહેનને મામેરામાં 71 લાખ રૂપિયા રોકડા અને થાળી ભરીને 41 તોલા સોનું આપ્યું…આવું અનોખું મામેરુ જોવા આખું ગામ ભેગું થયું…

Published on: 11:41 am, Mon, 13 February 23

મિત્રો હાલમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે આજે અમે તમને જીવનમાં ક્યારેય નહીં જોયું હોય તેવા મામેરા વિશે વાત કરવાના છીએ. જેમાં ભાઈઓએ ભેગા મળીને પોતાની લાડલી બહેનને એવું મામેરુ કર્યું કે અનોખી મામેરુ જોવા માટે આખું ગામ ભેગું થયું હતું. હાલમાં આ વાતની ચર્ચા ચારેય બાજુ ચાલી રહી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે બહેનોના મામેરા ભરવા માટે રાજા રજવાડાઓના સમયથી નાગૌર જીલ્લો હંમેશા ચર્ચામાં રહે છે. આ પથકના ભાઈઓ પોતાની બહેનો માટે કઈ હદ સુધી જઈ શકે છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. મિત્રો રાજસ્થાનના નાગૌર જિલ્લામાં રાજોદ ગામ આવેલું છે.

અહીં બે ભાઈઓએ પોતાની બહેનને લગ્નમાં એવું મામેરુ આપ્યું કે લોકો જોતા જ રહી ગયા હતા. બંને ભાઈઓએ ભેગા મળીને લગ્નમાં મામેરા પથામાં પોતાની બહેનને 71 લાખ રૂપિયા રોકડા અને થાળી ભરીને 41 તોલા સોનું આપ્યું હતું. આ ઉપરાંત ડોલરથી શણગારેલી એક અનોખી ચુંદડી પણ ભાઈઓએ બહેનને ભેટમાં આપી હતી.

વિગતવાર વાત કરે તો રાજસ્થાનના રાજોદ ગામમાં રહેતા જાટ સમાજમાંથી આવતા સતીશ ગોદારા અને મુકેશ ગોદારાની બહેનના દીકરા આકાશના લગ્ન હતા. બહેનના દીકરાના લગ્નમાં બંને ભાઈઓએ અનોખું મામેરુ ભર્યું હતું. સતિશભાઈએ અને મુકેશભાઈ એવું લોકો મામેરુ ભર્યું કે લગ્નમાં હાજર તમામ મહેસાનો જોતા રહી ગયા હતા.

બંને ભાઈઓએ પોતાની બહેન સંતોષને મામેરામાં 71 લાખ રોકડા આ ઉપરાંત 41 તોલા સોનું, 5 કિલો ચાંદી આપીને મામેરાની વિધિ કરી હતી. આ ઉપરાંત ડોલરથી શણગારેલી અનોખી ચુંદડી પણ બહેનને આપી હતી. 10 ફેબ્રુઆરીના રોજ મુકેશભાઈ અને સતિશભાઈના ભત્રીજા આકાશની જાન નીકળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈની બેની લાડકી..! ભાઈઓએ બહેનને મામેરામાં 71 લાખ રૂપિયા રોકડા અને થાળી ભરીને 41 તોલા સોનું આપ્યું…આવું અનોખું મામેરુ જોવા આખું ગામ ભેગું થયું…"

Leave a comment

Your email address will not be published.


*