પોતાની ભાણકીના લગ્નમાં ચાર મામાઓએ ભેગા મળીને કર્યું 51 લાખ રૂપિયા અને 25 તોલા સોનાનુ મામેરુ, આ મામેરુ જોઈને લગ્નમાં આવેલા મહેમાનો ના હોશ ઉડી ગયા, જુઓ

હાલ તો સમગ્ર ગુજરાતમાં લગ્ન સિઝન ચાલી રહી છે અને લોકો પણ પોતાની યથાશક્તિ પ્રમાણે દેખાડો કરવા માટે લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી દેતા હોય છે અને ધામધૂમથી લગ્ન કરવા અને પોતાનો પ્રસંગ સારો દેખાડવા માટે ઘણા રૂપિયા ઉડાડી દેતા હોય છે. એવામાં આપણે સૌ જાણીએ છીએ કે લગ્નમાં અલગ અલગ ભાગ પૈકી મામેરાનો પ્રસંગ એક એવી વસ્તુ છે કે જેમાં ભાઈ પોતાની બહેનને પોતાની યથાશક્તિ પ્રમાણે મામેરુ ભરતા હોય છે.

આજે આપણે એક એવા લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે પણ કહેશો કે એવા મામા હોય તો આવા. વાત જાણે એમ છે કે લગ્ન એક ખૂબ જ ખુશી નો પ્રસંગ કહેવાય છે. એવામાં એક પરિવાર અને સગા સંબંધીઓ ઉત્સાહથી ભાગ લઈ લગ્ન પ્રસંગે સારી રીતે માણતા હોય છે, ત્યારે હાલ એક લગ્ન ચર્ચામાં આવ્યા છે.

જેમાં ચાર મામાઓએ ભેગા મળીને પોતાની બહેનના મામેરા દરમિયાન પોતાની તિજોરી ખોલી નાખી અને એટલું મામેરુ કર્યું કે સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. રાજસ્થાનના લગ્નમાં આજે પણ જૂની પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળે છે, ત્યારે એ લોકો જૂની પરંપરાઓને પણ ભૂલતા નથી અને તેને આગળ વધારવા માટે તેમની ધાર્મિક વિધિમાં પણ સક્રિય પણે ભાગ લેતા હોય છે.

હાલ તો તાજેતરમાં ઉદાહરણરૂપ બનેલું લાડુન ની એક લગ્ન પ્રસંગની વાત જેમાં ચાર મામાએ ભેગા થઈ બહેન ને એવી ભેટ આપી કે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે એ ચારેય ભાઈઓએ મામેરા પરંપરામાં બહેનના સંતાનોના લગ્નમાં મામા તરફથી વિશેષ ભેટ આપી. જેમાં તેમની બહેનના પરિવારને કપડાં, ઘરેણા, પૈસા અને ઘણી મોંઘી ભેટ આપી છે.

આ પરંપરા ને સારી રીતે નિભાવતા ખેડૂતો ભાઈઓએ તેમની બે ભાણીઓના લગ્નમાં 25 તોલા સોનું, લગભગ એક કિલો ચાંદી, 51 લાખ 11 હજાર રૂપિયા અને નોટોની ચુની આપી હતી. આ મામેરાની પરંપરા જોઈને સમગ્ર શહેરમાં લગ્ન પ્રસંગ ચર્ચાનો વિષય બન્યો હતો. આ પ્રસંગ લાડનુન શહેરમાં રહેતા ચાર ભાઈઓએ પોતાની ભાણી ના લગ્નમાં તેમની બહેનને એટલું મામેરુ કર્યું કે ભાઈ બહેન નો પ્રેમ દેખાય.

જાણવા મળ્યા અનુસાર લાડુનવાસી સીતાદેવી રાજદ નિવાસી સુખદેવ મગન રામ જગદીશ ની બહેન કે જેની દીકરીઓ પ્રિયંકા અને સ્વાતિના લગ્ન હતા, ત્યારે મામેરાના કાર્યક્રમમાં મામાએ સારું એવું મામેરુ કરતા બહેન પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને આ લગ્ન પ્રસંગ ગયા વર્ષે એટલે કે એપ્રિલ 2022 માં યોજાયા હતા જે હાલ પણ ચર્ચા નો વિષય બન્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*