રાજકોટ શહેરમાં બનેલું એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પુત્રવધુએ પોતાના પિતા અને પતિ સાથે મળીને પોતાના સાસુ સસરા સાથે કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રમાબેન ડાભી એ પોતાના દીકરા વિશાલ, પુત્રવધુ પૂજા અને પૂજાના ભાઈ સુનિલ સોલંકી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા રમાબેન ડાભીએ જણાવ્યું કે, મારી પુત્રવધુ જીન્સ પેન્ટ પહેરતી હોવાથી અને તેનું યોગ્ય વર્તન ન હોવાના કારણે બે દિવસ પહેલા મારા પતિ એટલે કે દશરથભાઈ ડાભી અને પૂજા વચ્ચે જીન્સ પેન્ટ પહેરવાની બાબત પર માથાકૂટ થઈ ગઈ હતી.
માથાકૂટ કરતી વખતે પૂજા તેમ જ તેનો પતિ વિશાલ અને પૂજાના પિતા હસમુખભાઈ સોલંકી ઉશકેરાઈ ગયા હતા. ત્યારબાદ ત્રણેય ભેગા મળીને ધોકા વડે મારા પતિ દશરથભાઈની ધુલાઈ કરી હતી અને તેના હાથ-પગ ભાંગી નાખ્યા હતા. અને મારા પતિ દશરથભાઈની રીક્ષાની પણ તોડફોડ કરી હતી.
જેના કારણે મારા પતિ ઇજાગ્રસ્ત થયા હતા તેમને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ફેક્ચર કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ મારા પતિ ઘરે હોવાના કારણે સંબંધીઓ ખબર અંતર પૂછવા ઘરે આવતા હતા. ત્યારે પુત્રવધુ પૂજાએ પાઇપ વડે પોતાની સાસુ ઉપર પ્રહાર કર્યા હતા.
આટલું જ નહીં પરંતુ દીકરા વિશાલે પોતાની માતાના મોઢા ઉપર લાકડા વડે પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત પૂજાના ભાઈ સુનિલે પણ રમાબેન પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં રમાબેન નો દાંત તૂટી ગયો હતો અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂજાના પિતાએ પોલીસ સ્ટેશનમાં એક ઊંધી ફરિયાદ નોંધાવી હતી.
તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, દશરથભાઈ ડાભી પર તેની દીકરી પૂજા અને તેના પતિ વિશાલે જીવલેણ પ્રહાર કર્યો હોવાની બાબતની અદાવત રાખીને પાંચ જેટલા લોકોએ તેમના ઘર પાસે આવીને પાઇપ વડે તેમના પગ ભાંગી નાખ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment