હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં ડોક્ટરે એક મહિલાની શ્વાસ લેવાની નળીમાંથી કંઈક એવી વસ્તુ કાઢી કે જોઈને તમે પણ ચોકી જશો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના જયપુરમાંથી સામે આવી રહી છે. બિકાનેરને એક 47 વર્ષની મહિલાની શ્વાસ નળીમાં બે મહિના પહેલા એક સોપારીનો મોટો ટુકડો સલવાઈ ગયો હતો.
ત્યાર પછી તો મહિલાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી અને તેને સોપારીનો ટુકડો બહાર કાઢવા માટે ઘણી બધી હોસ્પિટલોમાં બતાવ્યું હતું અને અને ઘણા બધા ડોક્ટરોએ મહિલાની શ્વાસ નળીમાંથી સોપારીનો ટુકડો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પણ ડોક્ટર થી ટુકડો બહાર નીકળ્યો નહીં.
છેવટે મહિલાએ જયપુરની એક હોસ્પિટલમાં બતાવ્યું હતું. ત્યાં ડોક્ટરો દ્વારા મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું અને સફળતાપૂર્વક મહિલાની શ્વાસ નળી માંથી સોપારીનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઓપરેશનની સૌથી મોટી વાત એ છે કે, મહિલાનું ઓપરેશન કરવા માટે ડોક્ટરે તેના ગળા કે ચહેરા ઉપર કોઈ પણ પ્રકારનો કાપો પણ મૂક્યો ન હતો.
ડોક્ટરોએ મહિલાની શ્વાસનળીમાં ફસાયેલો સોપારીનો મોટો ટુકડો બહાર કાઢીને મહિલાની તકલીફ દૂર કરી હતી. અંદાજે મહિલાની શ્વાસ નળીમાં 4 સે.મીનો મોટો સોપારીનો ટુકડો ફસાયો હતો. તે સોપારી નો ટુકડો ડોક્ટરે બહાર કાઢ્યો હતો.
સોપારીનો મોટો ટુકડો ગળામાં સલવાયા બાદ મહિલાએ ઘણી બધી જગ્યાએ ડોક્ટરોને બતાવ્યું હતું. પરંતુ કોઈ પણ ડોક્ટર સોપારીનો ટુકડો બહાર કાઢીએ શક્યા નહીં. ડોક્ટરોનું કહેવું હતું કે ઓપરેશન દરમિયાન મહિલાનું મૃત્યુ પણ થઈ શકે છે. મહિલા બે મહિનાથી પીડાઈ રહી હતી.
મહિલાની એક શ્વાસનળી સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી તે બીજી શ્વાસ નળીથી શ્વાસ લઈ રહી હતી. ત્યારબાદ જયપુરને એક હોસ્પિટલમાં મહિલાની શ્વાસ નળીમાં ફસાયેલો મોટો સોપારીનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો હતો. સોપારીનો ટુકડો બહાર કાઢવાનું ઓપરેશન લગભગ 45 મિનિટ સુધી ચાલ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment