છે ને બાકી ગજબ જુગાડ..! આ વ્યક્તિએ ઘરની બહાર એવા દાદરા બનાવ્યા કે, આનંદ મહિન્દ્રા પણ ચોકી ઉઠ્યા…જુઓ ગજબ જુગાડનો વિડીયો…

હાલમાં સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર દેશી જુગાડના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. દેશી જુગાડ કરીને ખૂબ જ મુશ્કેલી ભરેલું કામ સરળ બનાવવામાં આપના દેશના લોકો હંમેશા માટે આગળ રહે છે.

ત્યારે હાલમાં એક વ્યક્તિના દેશી જુગાડનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિએ ઘરની બહાર દાદરાની જગ્યા બચાવવા માટે કંઈક એવો જુગાર કર્યો કે વીડિયો જોઈને તમે પણ તેની પસંદ ચોકી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક લોખંડની સીડી દિવાલની સાથે ચોટેલી જોવા મળી રહે છે.

વીડિયો જોઈને તમને એમ લાગશે કે આ સીડી પર ચડવું કેવી રીતે. પરંતુ થોડીક વાર બાદ એક યુવક ત્યાં આવે છે અને તે લોખંડની સીડીનો હુક ખોલે છે. ત્યારબાદ તે સીડીને પોતાની તરફ ખેંચે છે એટલે લોખંડની સીડી બહારની તરફ આવે છે અને ઉપર જવા માટે રસ્તો બને છે. ત્યારબાદ તે વ્યક્તિ આરામથી સીડી ઉપર ચડીને ઉપર જતો રહે છે.

આ દેશી જુગાડ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘરની બહાર જગ્યા બચાવવા માટે આ વ્યક્તિએ આ ગજબ જુગાડ વાપર્યો હતો. વાયરલ થયેલો વિડિયો આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં એક મિલિયનથી પણ વધારે લોકો એ જોયો છે અને 50,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો તો આ વ્યક્તિના દેશી જુગાડની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિના દેશી જુગાડના કારણે ઘરની બહાર ઘણી બધી જગ્યા બચી જાય છે. જેના કારણે રસ્તા પરથી અવરજવર કરતા લોકોને મુશ્કેલી નહીં પડે. વ્યક્તિ એવી લોખંડની સીડી બનાવી કે જ્યારે જરૂર હોય ત્યારે તેને ખોલવાની અને ન જરૂર હોય ત્યારે તેને બંધ કરી દેવાની.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*