હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પંચરની દુકાને કામ કરતા એક યુવક સાથે કંઈક એવું બન્યું કે ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમે પણ હચમચી જશો. પંચરની દુકાન ઉપર એક યુવક જસીબીના ટાયરમાં હવા ભરી રહ્યો હોય છે. વધારે પડતી હવા ભરાઈ જવાના કારણે અચાનક જસીબીની ટ્યુબ ફાટે છે.
જેના કારણે ટાયર ઉપર બેઠેલો યુવક ફૂટબોલની જેમ હવામાં ઉછળીને નીચે પડે છે. લગભગ યુવક 10 ફૂટ ઉછળીને નીચે પડ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના અજમેરમાં બની હતી. અહીં પપ્પુ રામ સોલંકી નામના વ્યક્તિને ટાયર પંચરની દુકાન છે. શુક્રવારના રોજ 11 વાગ્યાની આસપાસ અહીં દિલીપ નામનો વ્યક્તિ જેસીબીના ટાયરમાં પંચર કરાવવા માટે આવ્યો હતો. જ્યારે જસીબીના ટાયરમાં પંચર થઈ ગયા બાદ તેમાં હવા ભરવામાં આવતી હતી.
ત્યારે અકસ્માતની ઘટના બની હતી. ટાયરની લોખંડ ની રીંગ ના તમામ નટ અને બોલ અચાનક જ તૂટી ગયા હતા અને જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી. ટાયરમાં હવા ભરી રહેલો યુવક ટાયર ફાટતા જ લગભગ 10 ફુટ હવામાં ઉછળીને નીચે પડ્યો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી.
જેસીબીના ટાયરમાં હવા ભરતી વખતે એક યુવક સાથે અચાનક કંઈક એવું બન્યું કે, યુવક 10 ફૂટ ઉપર ઉછળીને… જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/93fJ9HIphL
— GUJJU ROCKZ (@gujju_rockz) November 26, 2022
તેથી તેને સારવાર માટે દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં તેના પગના ભાગે ઇજા પહોંચી છે. જેસીબી ના માલિકનો આરોપ છે કે દુકાનદારે વધારે પડતી હવા ભરી દેવાના કારણે આ અકસ્માતની ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment