મિત્રો આજે આપણે એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના વિશે જાણવાના છીએ. આ ઘટનામાં એક ટીસીના કારણે એક આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ચાલતી ટ્રેનમાંથી ટીસીએ દેશના આર્મી જવાનને નીચે ફેંકી દીધો હતો. આ ઘટનામાં આર્મી જવાને પોતાનો પગ ગુમાવ્યો હતો અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં આર્મી જવાનનું નિધન થયું હતું.
મૃત્યુ પામેલા આર્મી જવાનનું નામ સોનુ સિંહ હતું. સમગ્ર ઘટનાને લઈને ગવર્મેન્ટ રેલવે પોલીસના એક અધિકારીએ ગુરુવારના રોજ જણાવ્યું કે, બાલિયાના રહેવાસી સોનુ સિંહનું બુધવારના રોજ દુખદ નિધન થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પેસેન્જર ટિકિટ એક્ઝામીનર સુપર બોર પર આર્મી જવાનો જીવ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલમાં તો સુપર બોર ફરાર છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આર્મી જવાન સોનુ સિંહને 17 નવેમ્બરના રોજ બરેલી જંકશન રેલ્વે પ્લેટફોર્મ નંબર 2 પર ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાંથી કથિત રીતે ધક્કો લગાવીને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં આર્મી જવાને પોતાનો પગ ગુમાવ્યો હતો અને સારવાર દરમિયાન આર્મી જવાનું નિધન થયું હતું.
ગુરૂવારના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જવાના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. સુબેદાર હરેન્દ્ર કુમાર સિંહની ફરિયાદના આધારે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આર્મી જવાન સોનુ સિંહ જયપુરમાં રાજપૂત બટાલિયનમાં કહેનાર હતા. તેઓ દિલ્હી જઈ રહ્યા હતા અને સવારે લગભગ 9.15 વાગ્યાની આસપાસ બરેલી સ્ટેશન પર ટ્રેનમાંથી તેઓ પાણી લેવા માટે નીચે ઉતર્યા હતા.
પાંચ મિનિટ પછી ટ્રેન ઉપડી ગઈ હતી, તેથી તેમને કોચમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ટ્રેનમાં હાજર ટીસીએ આર્મી જવાનને કથિત રીતે ધક્કો લગાવ્યો હતો. જેના કારણે આર્મી જવાની પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેઓ ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા. આ ઘટનામાં તેમને પોતાનો એક પગ ગુમાવ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બુધવારના રોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટના બની આ બાદ પોલીસે આરોપીને પકડવા માટે ચાર ટીમને કામ પર લગાવી દીધી છે. રેલવે અધિકારીએ કહ્યું કે ટિકિટને લઈને આર્મી જવાન અને ટીસી વચ્ચે બોલાચારી થઈ હતી.
અને આ ઘટનામાં ગુસ્સામાં ભરાયેલા ટીસીએ આર્મી જવાનને ધક્કો લગાવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાની જાણ થયા બાદ સૌથી વધારે સેનાના જવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હાલમાં આરોપી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment