મિત્રો તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં છ બાળકનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ રાત્રિના સમયે બની હતી.
દશામાં એક ટ્રક ડ્રાઇવર લગભગ 30 લોકોને કચડી નાખ્યા હતા જેમાંથી આઠ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. તમામ લોકો મળીને પીપળાના ઝાડ નીચે ઉભા રહીને પૂજા કરી રહ્યા હતા. ત્યારે ખૂબ જ ઝડપથી આવતાં ટ્રકે આ તમામ લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતની ઘટના નવ વાગ્યાની આસપાસ સુલતાનપુર ગામ પાસે બની હતી.
મૃત્યુ પામેલા તમામ લોકોની ઉંમર 20 વર્ષથી ઓછી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ટ્રક આવીને ઝાડ સાથે અથડાયો હતો. જેના કારણે મોટેભાગના બાળકો ટ્રક અને ઝાડની વચ્ચે ફસાઈ ગયા હતા. ગામના લોકોએ જણાવ્યું કે ઘટના સ્થળે રસ્તાની બાજુમાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું.
ત્યાં લગભગ 50-60 વર્ષથી પૂજા થાય છે. જ્યારે અહીં ઊભા રહીને લોકો પૂજા કરી રહ્યા હતા. ત્યારે દારૂના નશામાં આવેલા ટ્રક ચાલકે આ લોકોને કચોરી નાખ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઉંમર 8 થી 20 વર્ષની વચ્ચેની છે. આ ઘટનામાં 8 વર્ષીય કુમારી, 12 વર્ષીય સુરુચિ, 8 વર્ષીય અનુષ્કા, 8 વર્ષીય શિવાની, 10 વર્ષીય ખુશી, 20 વર્ષીય ચંદન, 10 વર્ષીય કોમલ અને 17 વર્ષીય સતીશનું મોત થયું છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ટ્રક ઝાડ સાથે ન અથડાયો હોત તો ઓછામાં ઓછા આ ઘટનામાં 50 લોકોના મૃત્યુ થયા હોત. આ સમગ્ર ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે મુખ્યમંત્રી નીતિશકુમારે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment