હાલમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં તળાવમાં ડૂબી જવાના કારણે એક સાથે બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બંને મિત્રો સાથે નાહવા માટે ગયા હતા, ત્યારે તેની સાથે કંઈક એવું બન્યું કે બંને તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા અને બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા છે.
આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને થતા બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં 17 વર્ષીય નાયતિક અને 20 વર્ષીય રવિ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટના કોટામાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ફોટામાં કોચિંગ કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ નાયકિત, રવિ અને મયંક ગુરૂવારના રોજ સાંજના સમયે ગપરનાથના દર્શન કરવા માટે ગયા હતા.
ત્યારે અહીં આવેલા તળાવમાં ડૂબી જવાના કારણે રવિ અને નાયકિતનું મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. રાત્રી નો સમય હોવાના કારણે ગુરુવારના રોજ બચાવની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. શુક્રવારના રોજ સવારે કોર્પોરેશનના તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પોલીસે તરવૈયાઓની મદદથી તળાવમાંથી બંને વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢ્યા હતા. મૃત્યુ પામેલો રવિ બિહારનો રહેવાસી હતો અને મૃત્યુ પામેલો નાયકિત મધ્યપ્રદેશનો રહેવાસી હતો. બંનેના મૃત્યુની જાણ પરિવારજનોને થતા બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ગુરૂવારના રોજ ચાર વાગ્યાની આસપાસ ત્રણેય મિત્રો ગપરનાથ ગયા હતા. અહીં આવેલા એક તળાવમાં ત્રણેય મિત્રો સ્નાન કરવા માટે ઉતર્યા હતા. મળતી માહિતી અનુસાર આ તળાવ લગભગ 25 ફૂટ ઊંડું છે. નાહતી વખતે અચાનક જ નાયકિત ખૂબ જ ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો જેના કારણે તે ડૂબા લાગે છે.
તેને બચાવવા માટે રવિ પાણીમાં કુદી પડે છે. પરંતુ તે પણ ઊંડા પાણીમાં ડૂબવા લાગે છે. બંનેને બચાવવા માટે મયંક ઘણા બધા પ્રયાસ કરે છે પરંતુ તે બંનેને બચાવી શકતો નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment