મિત્રો સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ જશે. મિત્રો બધાને ખબર છે કે દારૂનું સેવન શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે, છતાં પણ ઘણા લોકો દારૂ પીવાનું મુકતા નથી. અને ઘણી વખત તો તેઓ નશાની હાલતમાં શું કરતા હોય છે તે તેને પણ ખબર રહેતી નથી.
ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે નશાની હાલતમાં ખતરનાક અજગર પકડ્યો અને ત્યારબાદ કંઈક એવું બન્યું કે યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો. મળતી માહિતી અનુસાર આ વિડીયો ઝારખંડ થી સામે આવી રહ્યો છે. અહીં નશાની હાલતમાં એક વ્યક્તિ માછલી પકડવા જાય છે.
પરંતુ આ વ્યક્તિ માછલી પકડવાની જગ્યાએ ખતરનાક અજગર પકડી લે છે. ત્યારબાદ અજગર યુવકના શરીરની આજુબાજુ વીંટાઈ જાય છે. પછી તો ત્યાં હાજર કેટલાક લોકો આ વ્યક્તિને અજગરના પકડમાંથી છોડ આવે છે. આ વ્યક્તિનું નામ બિરજલાલ છે અને તેની ઉંમર 55 વર્ષની હતી. તે નશાની હાલતમાં માછલી પકડવા માટે ગયો હતો.
પરંતુ માછલી પકડવાની જગ્યાએ તે એક ખતરનાક અજગર પકડે છે. ખતરનાક અજગર ધીમે ધીમે બિરજલાલના ગળામાં લપટાઈ જાય છે. આ દ્રશ્યો જોઈને આસપાસ ઉભેલા કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા. અજગરે ગળુ ઝકડી લીધું જેના કારણે બિરજલાલને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે.
ત્યારબાદ તે અજગરથી છૂટો પડવા માટે ઘણા પ્રયત્નો કરે છે. પછી કલાકોની મહેનત બાદ બિરજલાલને અજગરના ચુંગાલમાંથી છોડાવવામાં આવે છે. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં બિરજલાલને તાત્કાલિક ગામડાની ક્લિનિકમાં ખસેડવામાં આવે છે.
Jharkhand : अजगर के साथ होशियारी पड़ी भारी…
नशे की हालत में मछली मारने गए व्यक्ति को अजगर ने पकड़ा, Video Viral#Jharkhand | #ViralVideo pic.twitter.com/bMVziJho4I
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) November 10, 2022
આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર TV9 Bharatvarsh નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment