હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના બનતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં સ્કુટી લઈને સ્કૂલે જતી મહિલા શિક્ષિકા સાથે કંઈક રસ્તામાં એવું બન્યું કે આંખો પરિવાર દોડતો થઈ ગયો હતો. રસ્તામાં એક ઝડપી ટ્રકે મહિલા શિક્ષિકાને કચડી નાખી હતી.
આ કારણોસર શિક્ષિકાનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. મૃત્યુ પામેલી મહિલા શિક્ષિકાનું નામ નમ્રતા સિંહ હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. આ ઘટના અયોધ્યામાં બની હતી. વાતાવરણ મરણચીસોથી ગુંજી ઉઠ્યું હતું. આ અકસ્માતની ઘટના આજરોજ સવારે બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બને ત્યાં બ્રિજ બનાવવાનું કામ ચાલુ હતું.
જેના કારણે એક જ લેનમાં વાહનો પસાર થતા હતા. આ સમયે 27 વર્ષીય નમ્રતા સિંહ પોતાની સ્કુટી લઈને શાળાએ જઈ રહી હતી. ત્યારે એક ઝડપી ટ્રકે તેની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે નમ્રતા ફંગોળાઈને ટ્રકના ડાબા ટાયરની નીચે દબાઈ ગઈ હતી. નમ્રતા ના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
પરિવારના લોકોએ જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં નમ્રતાના લગ્ન થવાના હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં નમ્રતાનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટનામાં નમ્રતાના મૃતદેહની એવી હાલત થઈ ગઈ હતી કે આ દ્રશ્યો જોનારા તમામ લોકો ધ્રુજી ઉઠ્યા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ કલાકો સુધી રસ્તો બ્લોક રહ્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. નમ્રતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યારબાદ પોલીસે ટ્રક કબજે લઈને રોડ ખુલ્લો કરાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment