હાલમાં બનેલી એક ચોકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં પરિવારના એકના એક દીકરાએ પોતાના પિતાનો જીવ લઈ લીધો છે. આ વાત સાંભળીને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. પિતાનો જીવ લઈને દીકરો પોતાની માતા પાસે જાય છે અને કહે છે કે મેં પિતાનો જીવ લઈ લીધો. આ વાત સાંભળતા જ દીકરાની માતા ચોકે ઉઠી હતી અને તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આરોપી દીકરાનું નામ અમૃત સોની છે અને તેની ઉંમર 28 વર્ષની છે. આ ઘટના સાગરના દેવરી પોલીસ સ્ટેશન વિસ્તારની શ્રીરામ કોલોનીની છે.
હાલમાં પોલીસ આરોપી દીકરાની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, બાળપણથી જ તે તેની પિતાની હરકતોથી પરેશાન હતો. જ્યારથી મને ભાન પડવા લાગી ત્યારથી હું મારા પિતાને મારી માતાની ધુલાઈ કરતા જોઉં છું. ક્યારેક એવી પરિસ્થિતિ હતી કે માતાને ભૂખ્યો સૂવું પડતું હતું. સતત વધતા જતા પારિવારિક ઝઘડાના કારણે નાનપણથી જ અમિતના મનમાં પોતાના પિતા વિરુદ્ધ નફરત ભરાઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર માર્ચ મહિનામાં અમિત પોતાની માતા તનુજા અને પોતાની પત્ની સાથે જબલપુર રહેવા ગયો હતો. તેને જબલપુરમાં રહીને સારો એવો બિઝનેસ કરવાનો વિચાર્યું હતું. બિઝનેસ કરવા માટે તેને પૈસાની જરૂર હતી. તેથી તેને પોતાના પિતા અશોક સોની સાથે ફોન પર વાત કરીને પૈસાની માંગણી કરી હતી. પરંતુ પિતાએ ચોખ્ખા શબ્દોમાં પૈસા આપવાની ના પાડી દીધી હતી.
જેના કારણે પુત્ર અમિત ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયો હતો અને તેને નક્કી કર્યું હતું કે હવે હું પિતાને પતાવી દઈશ. આરોપી દીકરાએ પિતાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો અને મંગળવારના રોજ રાત્રે તે દેવરી આવ્યો હતો. રાત્રે એક થી બે વાગ્યાની વચ્ચે તે દેવરીની શ્રીરામ કોલોની સ્થિત તેના ઘરે પહોંચ્યો હતો. ત્યાં સુતેલા પિતાના માથાના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને પિતાનો જીવ લઈ લીધો હતો.
ત્યારબાદ આરોપી અમિત પોતાના ઘરે જબલપુર પહોંચ્યો હતો. જ્યાં જઈને તેને પોતાની માતાને જણાવ્યું કે, પિતાએ પૈસા આપવાનીના પાડી દીધી છે. બુધવારના રોજ અમિત પોતાની માતા અને પત્નીને કહે છે કે તમે બંને પોતાના પિયરમાં જતા રહો. ત્યારબાદ બંને જતા રહ્યા ત્યારે દીકરાએ પોતાની માતાને જણાવ્યું હતું કે તેને પોતાના પિતાનો જીવ લઈ લીધો છે.
દીકરાની આ વાત સાંભળીને માતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેને આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. ઘટનાના સમાચાર મળ્યા બાદ પોલીસ ગુરુવારના રોજ સવારે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસે દેવરીમાં આવેલા ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી અશોક સોનીનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી હતી અને હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment