ઇંગ્લેન્ડમાં લાખો રૂપિયાની નોકરી છોડીને આ દંપતી ગામડે આવી ગયા, અહીં પશુપાલન અને ગામડાનું જીવન અપનાવ્યું…તેઓ મૂળ પાલનપુરના…

Published on: 3:06 pm, Fri, 11 November 22

મિત્રો તમને બધાને ખબર હશે કે શહેરી જીવન અને ગામડાના જીવનમાં ઘણો બધો તફાવત છે. એ જ રીતે વિદેશી જીવન અને દેશી જીવનમાં પણ ઘણો બધો તફાવત છે. શહેરી જીવન દોડભાગ વાળું છે અને ગામડાનું જીવન શાંતિ અને સુખ વાળું છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન આરામદાયક અને બધી વસ્તુઓથી ભરપૂર જીવવા માંગતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા કપલની વાત કરવાના છીએ.

જેઓ પોતાનું સારું જીવન જીવવા માટે લાખો રૂપિયાની નોકરી છોડીને ગામડે રહેવા આવી ગયા હતા. આ કપલ વિશે વાત કરીએ તો તેઓ ઇંગ્લેન્ડમાં રહીને લાખો રૂપિયા કમાઈ ને પોતાનું જીવન જીવી રહ્યા હતા. પરંતુ તેઓએ પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી હતી અને પોતાના વતન આવી ગયા હતા.

ત્યારબાદ અહીં તેમને 7 એકર જમીનમાં જૈવિક ખેતી અને પશુપાલન શરૂ કરીને પોતાની કમાણી શરૂ કરી હતી. પોતાનું વતન અથવા તો દેશ છોડીને બહાર જતા લોકો માટે આ કપલ પ્રેરણારૂપ બન્યું છે. પતિનું નામ રામદે ખુટી અને પત્નીનું નામ ભારતી ખુટી છે. જે લોકો પોતાના પરિવારને છોડીને વિદેશમાં વસવાટ કરી રહ્યા છે તેના માટે આ કપલ એક આદર્શ ઉદાહરણ બની ગયું છે.

તેઓને ઇંગ્લેન્ડમાં ખૂબ જ સારી એવી નોકરી હતી અને તેઓ ત્યાં ખૂબ જ આરામ વાળું જીવન જીવી રહ્યા હતા. છતાં પણ તેઓ પોતાની લાખો રૂપિયાની નોકરી છોડીને પોતાના વતન રહેવા આવી ગયા છે. દેવો પોરબંદર જિલ્લામાં આવેલા બેરણના રહેવાસી છે. 2006 માં રામદે ઇંગ્લેન્ડ ગયો હતો. 2009માં તેને ભારતીય સાથે લગ્ન કર્યા હતા.

2010માં પતિ પત્ની બંને ઇંગ્લેન્ડ સાથે ગયા હતા. જ્યાં તેઓએ ઇન્ટરનેશનલ ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટની ડીગ્રી પૂરી કરી. ત્યારે ખબર પડી કે ભારતમાં રહેતા સસરાની તબિયત સારી રહેતી નથી. પિતાની તબિયત સારી ન રહેતી હોવાના કારણે દીકરો ભારત પાછો જવા માગતો હતો.

આ દરમિયાન ભારતીય એક દીકરાને જન્મ આપ્યો. ઇંગ્લેન્ડમાં રહેતા દીકરાને સતત પોતાના માતા પિતાની ચિંતા સતાવી રહી હતી. જેના કારણે તે પોતાના બાળકને પત્ની સાથે પોતાના વતન આવ્યો. તેના આ નિર્ણયથી શરૂઆતમાં તો લોકોએ તેને મૂર્ખ કર્યો હતો. પરંતુ હવે આ કપલ ઘણા લોકો માટે ઉદાહરણ બની ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઇંગ્લેન્ડમાં લાખો રૂપિયાની નોકરી છોડીને આ દંપતી ગામડે આવી ગયા, અહીં પશુપાલન અને ગામડાનું જીવન અપનાવ્યું…તેઓ મૂળ પાલનપુરના…"

Leave a comment

Your email address will not be published.


*