નાના બાળકે કરી નાખી મોટી વાત..! સાવ નાની એવી વાતમાં બાળકે લોકોને ખેડૂતોની ઘણી બધી વ્યથા સમજાવી દીધી – જુઓ ખૂબ જ સુંદર વિડિયો..

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણને રડવું આવી જતું હોય છે. ઘણી વખત અમુક એવા પણ વિડિયો વાયરલ થતા હોય છે જે આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે.

ખાસ કરીને હાલમાં સોશિયલ મીડિયામાં નાના બાળકોના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.ત્યારે હાલમાં એક નાનકડા એવા બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં બાળક ખૂબ જ મોટી વાત કરી નાખે છે. બાળક માત્ર થોડાક શબ્દોમાં ખેડૂતોની વ્યથા લોકોને સમજાવવા માંગી રહ્યો છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક કપાસનું જીંડવું હાથમાં લઈને ખેડૂતોની વ્યથા લોકોને સમજાવી રહ્યો છે. વિડીયો જોઈને ઘણા લોકો તો ખૂબ જ ભાવુક પણ થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક હાથમાં લઈને જીંડવું ઉભો છે.

ત્યારબાદ તે જીંડવા માંથી થોડુંક રૂ બહાર કાઢે છે અને કહે છે કે, “આ એક ખાતર વાળા લઈ જાય… આ બીજું દવા વાળા લઈ જાય…આ ત્રીજું દાડીયા વાળા લઈ જાય…આ ચોથું મજુર લઈ જાય અને આપણી પાછળ આવું વધે…” બાળકનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બાળક ખૂબ જ થોડાક શબ્દોમાં કહેવા માગે છે કે, ખેડૂતો જે પ્રમાણે મહેનત કરે છે તે પ્રમાણે તેમને ફળ મળતું નથી. બાળકનો વીડિયોમાં કેવું છે કે ખેડૂતો ઘણી બધી મહેનત કરીને કપાસ ઉગાડે છે. પરંતુ સતત વધતી જતી મોંઘવારીના કારણે છેલ્લે ખેડૂતોના ભાગમાં કાંઈ વધતું નથી. બાળકનું કહેવું છે કે ખેડૂત ઘણી મહેનત કરીને કપાસ ઉગાડે છે પરંતુ છેલ્લે તેની પાછળ ખાલી જીંડવું વધે છે.

વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર vaat_gujarati_official નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો 95 હજારથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયામાં આ વિડીયો પોતાના મિત્રોને શેર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*