આ ગાય માતા આજે 1 કરોડ રૂપિયાના બંગલામાં રહે છે, ગાય માતાનું નસીબ જોઈને તમે પણ…

મિત્રો આપણે ઘણા લોકોની જીવવાની સારી લાઈફ સ્ટાઈલ જોઈને આપણે કહેતા હોય એ છીએ કે આ લોકોનું તો શું નસીબ છે. ત્યારે આજે એક ગાય માતાનું જીવન જોઈને તમે પણ બોલી પડશો કે ગાય માતાનું શું નસીબ છે. આ ગાય માતા એવું વૈભવશાળી જીવન જીવી રહ્યા છે કે એવું તો કોઈ મનુષ્ય પણ નહીં જીવતું હોય.

ગાય માતા ના વૈભવશાળી જીવન વિશે જાણીને તમે પણ ચોકી ઉઠશો. આ ઘટના રાજસ્થાનના રાણીવાડથી સામે આવી છે. આ ગાય માતાનું નામ રાધા છે. તેઓ આજે એક કરોડના બંગલામાં રહે છે. આટલું જ નહીં પરંતુ ગાય માતા દરરોજ દેશી ઘી ના બનેલા લાડવા ખાય છે.

ગાય માતાને સાચવનાર બિઝનેસમેનનું નામ નરેન્દ્ર પુરોહિત છે અને તેઓ એક ખૂબ જ મોટા બિઝનેસમેન છે. નરેન્દ્ર પુરોહિત આજે મુંબઈમાં પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. મિત્રો નરેન્દ્ર પુરોહિતે જણાવ્યું કે, આજથી થોડાક સમય પહેલા તેઓ એક ગૌશાળામાં ગયા હતા.

ત્યાંથી તેમને એક ગાયને પોતાના ઘરે લઈ જવાનું મન થયું હતું. ત્યાંથી તેઓ એક ગાયને પોતાના ઘરે લઈ ગયા હતા. ત્યારથી અત્યાર સુધી આ ગાય તેમના ઘરે રહે છે. બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિત નું કેવું છે કે આ ગાય માતા જ્યારથી તેમના ઘરમાં આવ્યા ત્યારથી તેમના જીવનમાં ખૂબ જ ખુશીઓ આવી ગઈ છે.

ઘરમાં ગાય માતાના આગમન ના કારણે તેમના ધંધામાં પણ મોટો વધારો થયો છે. એટલા જ માટે નરેન્દ્ર પુરોહિત અને તેમનો પરિવાર રાધા ના આશીર્વાદ થી દિવસેને દિવસે આજે પ્રગતિ કરી રહ્યો છે. ગાય માતાની સેવા માટે હંમેશા ચાર લોકો તેમની આગળ પાછળ રહે છે. એટલું જ નહીં પરંતુ નરેન્દ્ર પુરોહિત નું પરિવાર દરરોજ સવારે ગાય માતાની પૂજા કરે છે.

ગાય માતા આખો દિવસ ઘરમાં આમ તેમ ફરે છે. નરેન્દ્ર પુરોહિત નો પરિવાર ગાય માતાને પોતાના પરિવારના એક સભ્યની જેમ પોતાની સાથે રાખે છે. ગાય માતાની માટે નરેન્દ્ર પુરોહિત એક કરોડનો બંગલો બન બનાવ્યો છે. આ ગાય માતાના નસીબ ખરેખર માણસો કરતા પણ વધારે સારા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*