સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત આપણી સામે એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં સુરતના એક બિઝનેસમેનના લાઈવ મૃત્યુનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તમે જોઈ શકો છો કે ન્યુઝ પેપર વાંચતા વાંચતા સુરતના બિઝનેસમેનનું મોત થાય છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના બાડમેર જિલ્લાના બાલોત્રાનો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ બની હતી.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ રવિવારના રોજ સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા બિઝનેસમેનનું નામ દિલીપકુમાર હતું અને તેમની ઉંમરે 61 વર્ષની હતી. તેઓ કાપડ અને વેપારી હતા. તેઓ સુરતમાં મોટા કાપડના બિઝનેસમેન હતા છેલ્લા ઘણા સમયથી તેઓ સુરતમાં રહેતા હતા.
મળતી માહિતી અનુસાર 4 નવેમ્બરના રોજ દિલીપકુમાર એક સામાજિક કાર્યક્રમ માટે સુરત થી બાડમેર આવ્યા હતા. પાંચ નવેમ્બર ના રોજ તેમને દાંતમાં દુખાવો થતો હતો. તેથી તેઓ બાલોત્રાના નાયપુર મોહલ્લા ક્લિનિકમાં સવારે લગભગ 10:00 વાગ્યે ડોક્ટરને મળવા પહોંચ્યા.
તેઓ ત્યાં બહાર વેઇટિંગ રૂમમાં બેઠા બેઠા પેપર વાંચી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેઓ પેપર વાંચતા વાંચતા ઢળી પડ્યા હતા. ત્યારબાદ દિલીપભાઈને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે દિલીપભાઈને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
View this post on Instagram
દિલીપભાઈ સાથે અચાનક જ શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જ્યારે તેઓ ક્લિનિકમાં બહાર બેસીને પેપર વાંચી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી અને તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment