રવિવારના રોજ મોરબીમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. રવિવારના રોજ સાંજના સમયે મોરબીમાં આવેલો ઝુલતો પુલ અચાનક જ તૂટી પડ્યું હતું. પુલ તૂટી પડતા જ પુલ પર હાજર સેકડો લોકો એક સાથે મચ્છુ નદીમાં પડ્યા હતા. આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકોના બચાવ થયા છે.
મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે ઘણા હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. આ ઘટનામાં પોતે પિતા ગુમાવ્યા છે અને કેટલાય પુત્ર કે પુત્રી ગુમાવ્યા છે. રવિવારની રજા અનેક પરિવારો માટે કાળ બની ગઈ છે. ટિકિટ લઈને ઝુલતા પુલ પર ફરવા ગયેલા લોકોને ક્યાં ખબર હશે કે તેમની ઝુલતા પૂલની ટિકિટ તેમના મૃત્યુની ટિકિટ બની જશે.
ત્યારે આ ઘટનામાં વિખરાઈ ગયેલા એક હસતા ખેલતા પરિવાર વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં દુર્ગાબેન રૈયાણીએ તેમના પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે. પરિવારના 12 સભ્યો ગુમાવનાર દુર્ગાબેનની સ્થિતિ જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ એક હૃદય દ્રાવક ઘટના છે.
ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં દુર્ગાબેને પોતાના પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે. પોતાના પરિવારના સભ્યોને યાદ કરીને દુર્ગાબેન રડી રડીને અડધા થઈ ગયા છે. દુર્ગાબેનને રડતા જોઈને ત્યાં હાજર આસપાસના લોકો પણ રડી પડ્યા હતા. દુર્ગા બેનની દીકરી કિંજલનું અકસ્માતમાં મોત થયું હતું.
તેની સંબંધીઓ 4 બહેનો પણ આ ઘટનામાં ડૂબી જવાના કારણે મોતને પેટી હતી. જેમાં દુર્ગાબહેનની બહેન ધારાબેન, ઇલાબેન, શોભાબેન અને એકતા બેનનું મૃત્યુ થયું છે. આ સાથે તેમના પરિવારના હરેશભાઈ, મહેશભાઈ અને ભાવિકભાઈનું પણ અવસાન થયું છે. ઉપરાંત ચાર પિતાએ ભાઈઓ અને પુત્રીના મોત આ ઘટનામાં થયા છે.
રડતા રડતા દુર્ગાબેન કહે છે કે, હું બધાને ખૂબ જ યાદ કરું છું, મારી ઢીંગલી ખૂબ જ સ્માર્ટ હતી. આ ઘટનામાં અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે અનેક હસતા ખલતા પરિવારો વિખરાઈ ગયા છે. એક જ પરિવારના 12 સભ્યોને ગુમાવનાર દુર્ગાબેનની હાલત હાલમાં ખૂબ જ નાજુક છે. તેઓ પોતાના પરિવારના સભ્યોને યાદ કરીને સતત રડી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment