દિલ્હી વાસીઓએ ‘આપ’ને તક આપી હતી, દિલ્હીના લોકો હવે એમને એટલા પસંદ કરી રહ્યા છે કે તેઓને અન્ય કોઈ પાર્ટી નથી જોઈતી : અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજ હિમાચલ પ્રદેશના સોલનમાં રોડ સો દરમિયાન કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસે હિમાચલ પ્રદેશને લૂંટવામાં કોઈ પણ કસર બાકી રાખી નથી. આ વખતે આમ આદમી પાર્ટીની એક મુકો આપો આ ચૂંટણી તમારું નસીબ બદલી શકે છે. હિમાચલ પ્રદેશના લોકો પાસે અત્યાર સુધી કોઈ વિકલ્પ ન હતો, પરંતુ આમ આદમી પાટે એક ઈમાનદાર વિકલ્પ છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ કોંગ્રેસ વચ્ચે સમજૂતી છે. એટલા માટે હિમાચલ પછાત રહી ગયું છે. જો તેઓ ફરીથી આવી જશે તો હિમાચલ ફરીથી પછાત રહી જશે. હું હિમાચલની જનતા પાસેથી માત્ર પાંચ વર્ષ માંગી રહ્યો છું. જો હું કામ ન કરું તો હું એના પછી બીજી વાર વોટ નહીં માંગવા આવું. દિલ્હીની જનતાએ આપને એક મોકો આપ્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી વાળા લોકોને અમે હવે એટલા પસંદ છીએ કે તેઓ બીજી કોઈ પાર્ટીને લાવવા માગતા નથી.

અરવિંદ કેજરીવાલના હિમાચલાના રોડ શો ની વાત કરીએ તો, રોડ શોમાં સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી. લોકો તેમના ઘરની છત અને બાલકની માં ઉભા જોવા મળ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, 12 નવેમ્બરના રોજ ચૂંટણી છે. આ પસંદગી તમારું નસીબ બદલી શકે છે. અત્યાર સુધી તમારી પાસે બે પક્ષો જ હતા. બંને પક્ષોની પરસ્પર સંમતિ હતી.

હિમાચલ પ્રદેશના લોકો પાસે અત્યાર સુધી કોઈ વિકલ્પ ન હતો. તમે એક વખત ભાજપને મત આપતા હતા અને ભાજપથી કંટાળીને બીજી વખત કોંગ્રેસ મત આપતા હતા. પછી કોંગ્રેસથી કંટાળીને ગુસ્સામાં ભાજપને વોટ આપતા હતા. હિમાચલ પ્રદેશમાં બંને પાર્ટી એ લોકોને લૂંટવાની કોઈ કસર છોડી નથી. આ વખતે ઉપરવાળાની કૃપાથી આમ આદમી પાર્ટી પ્રામાણિક પાર્ટી હિમાચલમાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*