રવિવારના રોજ મોરબીમાં બનેલી ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશભરની જનતાને હચમચાવી દીધી છે. મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ઘણા બધા હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. ત્યારે મોરબીમાં બનેલી દુર્ઘટનામાં વિખરાઈ ગયેલા એક પરિવાર વિશે આપણે આજે વાત કરવાના છીએ.
આ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શહેરી વિસ્તારમાં શાહમદાર પરિવારના 7 સભ્યોના દુઃખદ અવસાન થયા છે. આવી જ રીતે આ ઘટનામાં ઘણા પરિવાર વિખરાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર પરિવારના 8 સભ્યો એક સાથે ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા. ત્યારે અચાનક જુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં પરિવારની એક મહિલા સિવાય તમામ 7 સભ્યોના મોત થયા હતા.
આ ઘટના બનતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હતો. એક જ પરિવારના 7 લોકોના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે પરિવારના સાત સભ્યોના મૃતદેહ એક સાથે ઘરે આવ્યા ત્યારે પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા. આ ઘટનામાં બચી ગયેલી મહિલાએ રડતા રડતા કહ્યું હતું કે, “હું બધાને ફરવા માટે લઈ ગઈ હતી અને હું એક જ બચી શકી, મારી દીકરી પણ મને છોડીને જતી રહી.”
પુલ તૂટી પડતા જ પરિવારના પાંચ બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. બચી ગયેલી મહિલાના હાથમાં ફેક્ચર આવ્યું છે. હૈયાફાટ રૂદન કરતા કરતા મહિલાએ વધુમાં જણાવ્યું કે, મારી દીકરી અને મારા બધા મને મૂકીને જતા રહ્યા. હું બધાને ફરવા લઈ ગઈ હતી અને હું એકલી જ બચી. મારી દીકરીના બે વર્ષ પછી અમે લગ્ન કરવાની વાત કરતા હતા. મારી દીકરી મને અને મારા ઘરને મૂકીને જતી રહી.
આ તમામ ઘટનાઓ વચ્ચે એક ચમત્કારી ઘટના પણ બની હતી. ઘટના બની ત્યારે રાજકોટના વસાણી પરિવારના 12 સભ્યો પોલ પર હાજર હતા. આ ઘટનામાં પરિવારના તમામ સભ્યોનો આબાદ બચાવ થયો છે. પરિવાર બચી ગયો છતાં પણ પરિવારને ખૂબ જ મોટો આઘાત લાગી ગયો છે અને હજુ પણ પરિવારના સભ્યો આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.
મિત્રો આ ઘટનામાં આવી જ રીતે ઘણા બધા હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. ઘણા લોકોએ પોતાના માતા-પિતા, પતિ-પત્ની અથવા તો બાળકો આ ઘટનામાં ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં સૌથી વધુ મહિલાઓ અને બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખીને આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને આત્માને શાંતિ આપીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment