નાનો એવો બાળક ઘરમાં એકલો વધ્યો, મૃત્યુ પામેલા મમ્મી-પપ્પા અને ભાઈનું મૃતદેહ ઘરે આવતા બાળક ધ્રુજી ગયો…આ બાળકને નસીબદાર ગણવો કે કમનસીબ?

Published on: 10:34 am, Tue, 1 November 22

રવિવારના રોજ સાંજના સમયે મોરબીમાં બનેલી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશની જનતાની હચમચાવી દીધી હતી. આ ઘટનામાં અનેક પરિવારના માળા વિખાઈ ગયા છે. ઘટનામાં આખાને આખા પરિવારે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આજે આપણે એક એવો નાનકડા બાળકની વાત કરવાના છીએ જેને પોતાનો આખું પરિવાર ગુમાવ્યો છે.

રાજકોટ શહેરમાં રહેતા અને મોરબી નાનીના ઘરે ફરવા ગયેલા એક બાળકે પોતાના માતા-પિતા અને ભાઈને મોરબીમાં બનેલી દુર્ઘટનામાં ગુમાવ્યા છે. એકલા વધેલા માસુમ બાળકે પોતાની વ્યથા વર્ણવતા એવું જણાવ્યું કે સાંભળીને તમે પણ રડી પડશો. માસુમ બાળકે કહ્યું કે, અચાનક જ ફૂલ હલવા લાગ્યો અને પછી તૂટી ગયો.

જેમાં મારા મમ્મી-પપ્પા અને નાનો ભાઈ ડૂબી ગયા હતા. જ્યારે બાળકના માતા પિતા અને નાના ભાઈનું મૃતદેહ ઘરે આવ્યું ત્યારે બાળક ધ્રુજી ગયો હતો. આ ઘટનામાં માસુમ બાળકોનો જીવ બચી ગયો પરંતુ બાળકે ખૂબ જ નાની ઉંમરે પોતાનો પરિવાર ગુમાવ્યો. તો હવે આ બાળકને નસીબદાર ગણવો કે કમનસીબ?

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરે તો રાજકોટના રેલનગર નજીક આવેલા અવધ ભાગ ખાતે રહેતા શિવમ નામના બાળક પોતાના માતા પિતા અને ભાઈઓ સહિતના પરિવાર સાથે મોરબી તેના નાનીના ઘરે ફરવા ગયો હતો. ત્યાંથી બધા લોકો જલતા પોલ ઉપર ફરવા માટે ગયા હતા.

ત્યારે આ દુર્ઘટના બનતા જ શિવમના માતા સંગીતાબેન, પિતા ભુપતભાઈ અને ભાઈ વિરાજનું કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં શિવમનો ચમત્કારી બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો તાત્કાલિક ધોરણે મોરબી દોડી આવ્યા હતા. એક પછી એક ત્રણેયના મૃતદેહ મળતા રાજકોટ લાવવામાં આવ્યા છે. આ ઘટના બનતા જ સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

માસુમ શિવમ સાવ શાંત પડી ગયો છે. માસુમ બાળકની હાલત જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. શિવમ જણાવ્યું કે, મારા હાથમાં દોરી હતી એ મેં પકડી લીધી હતી અને ઉપર ચડી ગયો હતો એટલે હું બચી ગયો. મારી સાથે મમ્મી-પપ્પા, મામા-માસી, મારા નાની, ભાઈ હતા. મિત્રો આ ઘટનામાં આવા ઘણા બધા પરિવાર વિખરાઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નાનો એવો બાળક ઘરમાં એકલો વધ્યો, મૃત્યુ પામેલા મમ્મી-પપ્પા અને ભાઈનું મૃતદેહ ઘરે આવતા બાળક ધ્રુજી ગયો…આ બાળકને નસીબદાર ગણવો કે કમનસીબ?"

Leave a comment

Your email address will not be published.


*