આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છેલ્લા બે દિવસમાં પંચમહાલ, નવસારીના ચીખલી, નર્મદાના ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ સાથે ગઈકાલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગુજરાતમાં મુખ્યમંત્રીની પસંદગી માટે જનતા સમક્ષ એક નંબર પણ જાહેર કર્યો હતો. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ભાવનગરના પાલીતાણામાં વિશાળ જનસભાને સંબોધિત કરી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રાજકોટના ધોરાજીમાં વિશાળ જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારત માતાકી જયના નારા સાથે રાજકોટના ધોરાજીમાં જાહેર સભામાં હજારોની સંખ્યામાં આવેલા લોકોને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો કહી રહ્યા છે કે પરિવર્તાને જોઈએ છે. હું તમારા માટે ખુશખબર લાવ્યો છું.
IBનો રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સી ને ગુજરાતમાં મોકલીને સર્વે કરાવ્યો હતો. એ સરકારી એજન્સી છે. અને આઇબીએ કેન્દ્ર સરકારનો રિપોર્ટ આપ્યો છે કે, ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. વધુમાં અરવિંદ કેજરીવાલે વાત કરતા જણાવ્યું કે, IB રિપોર્ટ કરી રહી છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહે છે પણ બે ત્રણ સીટથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટી 40 50 સીટ પરથી જીતવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલએ વધુમાં જણાવ્યું કે જનતાએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70 માંથી 67 બેઠક આપી અને પંજાબમાં 117 માંથી 92 બેઠક આપી. જ્યારે ગુજરાતમાં 182 માંથી 150 બેઠક આપવા જઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment