હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં પાણીમાં નહાતી વખતે ઘણા યુવાનો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સાબરમતી નદીમાં અમદાવાદથી નહાવા માટે આવેલા ત્રણ મિત્રો પૈકી એક મિત્ર ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. આ કારણસર તેનું કરુણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર પોતાને મિત્રને બચાવવા માટે અન્ય બે યુવાનોએ અડધી કલાક સુધી મથામણ કરી હતી, પરંતુ મિત્રને બચાવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ગાંધીનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે નદીમાંથી યુવકનું મૃતદેહ બહાર કાઢ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈકાલે સાંજના સમય બની હતી. આ ઘટનામાં અમદાવાદના એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમદાવાદના ઓઢવા ભવાની નગર ટેકરા ગજરા નગરમાં રહેતા 22 વર્ષીય રાજુ પરમાર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
તે પોતાના માતા પિતા અને પોતાની પત્ની સાથે રહેતો હતો. મળતી માહિતી અનુસાર રાજુ તેના મિત્ર સાથે અમદાવાદમાં ફેબ્રિકેશનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજે રાજુ તેના બે મિત્રો સાથે ગાંધીનગર આવ્યો હતો. ત્યારે રાજુએ સાબરમતી નદીમાં એક ડુબકી મારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજુ ડૂબકી લગાવવા જાય છે ત્યારે બંને મિત્રો તેને જલ્દીથી બહાર આવવાનું કહે છે.
પરંતુ રાજુ નાક પકડીને નદીમાં ડૂબકી મારવા લાગ્યો હતો. જ્યારે રાજુએ બીજી ડૂબકી મારી ત્યારે તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. અમુક મહિટો સુધી રાજુ પાણીમાંથી બહાર ન આવ્યો, તેથી કિનારે બેઠેલા તેના મિત્ર પ્રેમ અને વિશાલ બૂમાબૂમ કરવા લાગ્યા. છતાં પણ રાજુ બહાર ન આવ્યો અડધો કલાક સુધી બંને મિત્રોએ પાણીમાં પોતાના મિત્રની શોધખોળ કરી.
છેવટે પતો ન લાગ્યો તેથી તેમને આ ઘટનાની જાણ ગાંધીનગર ફાયર વિભાગની ટીમને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે રાજુના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment