લગ્નમાં એક રસગુલ્લાએ એક યુવકનો જીવ લીધો..! જાનૈયાએ રસગુલ્લો માગતા થઈ જાય મોટી બબાલ, ત્યારબાદ બન્યું કંઈક એવું કે…જાણો સમગ્ર ઘટના

હાલમાં બનેલી એક વિચિત્ર અને ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક લગ્ન પ્રસંગમાં સાવ નાની એવી બાબતમાં થયેલા ઝઘડામાં એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે અને બહાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માત્ર છવાઈ ગયો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે એક રસગુલ્લાના કારણે લગ્નમાં આવેલા લોકો વચ્ચે ભારે બબાલ થઈ ગઈ હતી. ઝઘડો એટલો વધી ગયો કે ધારદાર વસ્તુઓ વડે લોકોએ એકબીજા ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં 20 વર્ષનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે આ ઘટનામાં બહાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બનતા આજે જાનૈયાઓ લગ્ન કર્યા વિના જ ધ્યાન લઈને ઘરે ભાગી ગયા હતા. આ ઘટના બુધવારના રોજ ઉત્તરપ્રદેશના આગ્રામાં બની હતી. મળતી માહિતી અનુસાર ખંદૌલીમાં રહેતા વેપારી વકારના બે પુત્રો જાવેદ અને રાશિદના લગ્ન એત્માદપુરમાં રહેતા ઉસ્માનની પુત્રીઓ ઝૈનબ અને સાજિયા સાથે થવાના હતા.

લગ્ન હોવાથી ચારે બાજુ ખુશીનો માહોલ હતો. જાનૈયાઓને ભોજન આપવામાં આવી રહ્યું હતું. ત્યારે એક યુવકે કાઉન્ટર ઉપર વધુ એક રસગુલ્લાની માંગણી કરી હતી. ત્યારે કાઉન્ટર પર ઉભેલા યુવકે દરેકને એક એક રસગુલ્લો મળશે તેવું તેને કહ્યું હતું. આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને જોત જોતામાં બંને વચ્ચે ઝઘડો થઈ ગયો.

ઝઘડો એટલો વધી ગયો કે વર પક્ષ અને કન્યા પક્ષના લોકો સામસામે આવી ગયા. બંને પક્ષોએ એકબીજા ઉપર ખુરશી, ધારદાર વસ્તુ, થાળી, ચમચી વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં એક 20 વર્ષના યુવકનું મૃત્યુ થતાં જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર જાનૈયાઓ લગ્ન કર્યા વિના જ ઘરે ભાગી ગયા હતા. મૃત્યુ પામેલા યુવકનું નામ સનીના હતુ. મૃતક યુવકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*