વિડીયોના ચક્કરમાં જીવ જોખમમાં..! વલસાડમાં એક યુવકે સળગતું રોકેટ પોતાના મોઢામાં મૂક્યું, ત્યારબાદ થયું કંઈક એવું કે…વીડિયો જોઈને હચમચી જશો…

Published on: 9:05 am, Fri, 28 October 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. અમુક વખત આપણી સામે એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં વલસાડનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને ઘડીક વાર તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

દિવાળીના પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોનાની મહામારીના બે વર્ષ બાદ લોકોએ ધામધૂમથી દિવાળીનો પર્વ ઉજવ્યો હતો. તમે સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો જોયા હશે. જેમાં કેટલાક આળવીતરા લોકો મન ફાવે તેમ ફટાકડા ફોડતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સામે આવી રહ્યો છે.

વલસાડમાં વિડીયો બનાવવાના ચક્કરમાં એક યુવક સળગતું રોકેટ પોતાના મોઢામાં મૂકીને રોડ ઉપર દોડતો નજરે પડી રહ્યો છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા જ સીટી પોલીસની ટીમ યુવકની સબક શીખવાડવા માટે તેની શોધખોળ કરી રહે છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો વલસાડ શહેરના સીટી પેલેસ વિસ્તાર પાસે રહેતા એક યુવકે પોતાના મોઢામાં સળગતું રોકેટ મૂક્યું અને ત્યારબાદ તે યુવક રોડ ઉપર દોડતો જોવા મળી રહ્યો છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તેની શોધ કોણે કરી રહી છે. આવા સ્ટંટના ઘણા બધા વિડીયો તમે પહેલા પણ જોયા હશે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક યુવક પોતાનો મોઢામાં રોકેટ મૂકે છે. ત્યારબાદ ત્યાં ઉભેલો અન્ય એક યુવક તે રોકેટને સળગાવે છે.

ત્યાર પછી યુવક મોઢામાં સળગતું રોકેટ લઈને રોડ ઉપર દોડતો જોવા મળી રહ્યો છે. વિડીયો બનાવાના ચક્કરમાં આ યુવકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે જ કહો કે આવા લોકો સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વિડીયોના ચક્કરમાં જીવ જોખમમાં..! વલસાડમાં એક યુવકે સળગતું રોકેટ પોતાના મોઢામાં મૂક્યું, ત્યારબાદ થયું કંઈક એવું કે…વીડિયો જોઈને હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*