આજકાલનો જમાનો ખૂબ જ આગળ પડતો જમાનો થઈ ગયો છે, ત્યારે ઘણીવાર એવું પણ સાંભળ્યું હશે કે લોકો અવનવા પ્રયાગો પણ કરતા હોય છે. તેને આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં લગ્નમાં એવું હતું કે કન્યા અને વરરાજા બંને લગ્નના દિવસે જ એકબીજાનું મોઢું જોતા હતા અને કન્યા અને વરરાજા દ્વારા અત્યારે જે લગ્નની વિધિઓ કરવામાં આવતી અને તેઓ ત્યારે જ લગ્ન ગ્રંથિમાં જોડાતા હતા.
પરંતુ હાલ જમાનો બદલી ગયો છે અને લોકો મોટી મોટી હોટલો બુક કરાવીને તેમના લગ્નનું આયોજન કરતા હોય છે અને એ લાખો રૂપિયાનો ખર્ચ કરીને લગ્ન પ્રસંગ ધામધૂમથી ઉજવતા હોય છે. આજે આપણે એક એવા પ્રસંગ વિશે વાત કરીશું જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકી થઈ જશો.
વાત જાણે એમ છે કે રાજકોટના પ્રખ્યાત એવા બિઝનેસમેન મૌલેશ ઉકાણી અને તેમના પત્ની સોનલબેન ના દીકરા એવા જય ના લગ્ન રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં કરવામાં આવ્યા હતા અને એ લગ્નમાં ખાસ ઉજવણી કરવામાં આવી હતી. લગ્નની તમામ વિધિઓ રાજસ્થાનના ઉમેદ ભવન ખાતે કરવામાં આવી હતી.
લગ્ન એટલા જોરશોરથી કરવામાં આવ્યા હતા કે આ બિઝનેસમેન ના દીકરાના લગ્નમાં ખૂબ જ સારી એવી રસમો પણ રાખી હતી. આ બિઝનેસમેન મૌલેશ ઉકાણીના દીકરા જય ના લગ્ન મોરબીના જાણીતા આજ ભી તો ટાઇલ્સના ઓનર અરવિંદભાઈ પટેલ અને તેમના પત્ની શીતલબેન ની દીકરી હિમાંશી સાથે કરવામાં આવ્યા અને તેમના લગ્નની વિશેષતા એ હતી કે આ લગ્નમાં બે એવા વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યા છે.
જેની વાત કરવામાં આવે તો પહેલો રેકોર્ડ એ છે કે હલ્દી ની રેસમાં સૌથી વધારે વ્યક્તિઓ દ્વારા કપલને હલ્દી લગાડવામાં આવી હતી જેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે ખૂબ જ સારી બાબતો જણાય છે. બીજા રેકોર્ડની વાત કરવામાં આવે તો રૂપિયા 101 kg ફૂલની પાંખડી કપલ ઉપર બીજામાં આવી હતી.જેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું.
આ ઉકાણી પરિવાર દ્વારા તેમના દીકરાના લગ્નની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને સૌ કોઈ લોકો હાજર પણ રહ્યા હતા. આ રાજસ્થાનની સંસ્કૃતિને પણ આમ જ ઉજાગર કરવામાં આવી હતી. જેનાથી સૌ કોઈ લોકો આકર્ષાયા પણ હતા અને ઉકાણી પરિવારના દીકરાના લગ્નમાં એ વરરાજા નો વરઘોડો પણ વિન્ટેજ કાર, હાથી અને ઘોડાઓ સાથે મંડપ સુધી લાવવામાં આવ્યો હતો.
પતિ પત્નીએ લગ્નના સાત ફેરા લીધા અને પરિવારે ખૂબ રાજાશાહીથી લગ્ન કર્યા હતા. એવા સારા લગ્ન કર્યા હતા કે જેનું નામ હાલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આપણે સૌ જાણીએ છીએ કે સૌ કોઈ લોકો દેખાદેખીમાં લગ્નમાં ઘણો એવો ખર્ચો કરી દેતા હોય છે પરંતુ આ કંઈક અનોખા જ લગ્ન હતા અને ઉકાણી પરિવાર દ્વારા તેમના દીકરાના લગ્નને એટલા ધામધૂમથી ઉજવ્યા કે જેમાં બે રેકોર્ડ પણ પ્રાપ્ત થયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment