બહેનની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થે ઊઠી..! બહેનના લગ્ન પહેલા જ ભાઈને રસ્તામાં નડ્યો અકસ્માત… ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને બહેન રડી-રડીને…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શનિવારના રોજ રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ દિવાળી પહેલા કોઈ અકસ્માતમાં પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈનો ભાઈ તો કોઈના સગા સંબંધીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.

દિવાળી પહેલા જ બનેલી આ ગંભીર અકસ્માતની ઘટનાના કારણે 10 હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અકસ્માતની ઘટના બલરામપુરામાં બની હતી. આ અકસ્માતની ઘટનામાં બહેનના લગ્ન થાય તે પહેલા એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. દિવાળીના છ દિવસ બાદ મૃત્યુ પામેલા યુવકના બહેનના લગ્ન હતા. પરિવારના એકમાત્ર કમાવનાર દીકરાનું મૃત્યુ તથા પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને ગામના રહેવાસી મિલાપ નામના વ્યક્તિએ કહ્યું કે, અમારા પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી નથી. મારા પાંચ બાળકો છે. બે પુત્રો અને ત્રણ દીકરીઓ. સૌથી મોટો દીકરો કરણ પરિવારની દેખરેખ રાખતો હતો. તે પ્લાસ્ટર ઓફ પેરિસની કંપનીમાં કામ કરતો હતો. હૈદરાબાદમાં દસ વર્ષથી હું પીઓપી તરીકે કામ કરતો હતો.

શરૂઆતમાં હું મહેનત કરીને કંઈ પણ કમાઈ લેતો અને મારા પરિવારનો ખર્ચો ઉઠાવી લેતો. છેલ્લા ચાર મહિનાથી મારી તબિયત સારી ન હતી, તેથી હું કંઈ કામ કરી શકતો ન હતો અને મારી સારવાર ચાલુ છે. આવી પરિસ્થિતિમાં મારો દીકરો કરણ દર મહિને થોડા થોડા પૈસા અહીં મોકલતો હતો. તેથી પરિવારનું ગુજરાન ચાલતું હતું.

વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી કરણની નાની બહેન માટે છોકરો શોધી રહ્યા હતા. કરણ કહેતો હતો કે જ્યારે બહેન ના લગ્ન માટે છોકરો મળી જશે ત્યારે ઘરે આવીશ. તેને બહેન ના લગ્નની ખૂબ જ ચિંતા હતી. ગયા મહિને મારી દીકરી માટે છોકરો મળી ગયો હતો. દીકરો કરણ આ વાતથી ઘણો બધો ખુશ હતો. તેને કહ્યું હતું કે દિવાળી ઉજવશું અને ધામધૂમથી લગ્ન કરશો. 30 ઓક્ટોબરના રોજ કરણની નાની બહેનની લગ્નની તારીખ હતી.

તેથી તે દિવાળીના ત્રણ દિવસ પહેલા ગામ આવવા માટે નીકળ્યો હતો. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલુ હતી. જ્યારે કરણ ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. હૈદરાબાદ તરફ આવી રહેલી ડબલ ડેકર બસ ટ્રોલી સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કરણના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર પડી ભાંગ્યું હતું અને લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*