માનસિક રીતે બીમાર માતા-પિતાની સંભાળ રાખનાર એકના એક 14 વર્ષના દીકરાએ ગળાફાંસો ખાઈ લીધો, માતા-પિતા રડી-રડીને અડધા થઈ ગયા…ઘટના જાણીને તમે પણ ભાવુક થઈ જશો…

આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે એક 14 વર્ષના બાળકે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો છે. આ ઘટના બનતા જ ચારેબાજુ ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના ખંડવામાં બની હતી. મળતી માહિતી અનુસાર બંજરી ગામમાં રહેતો 14 વર્ષીય જગદીશ પટેલ નાના બાળકે સવારે 9:00 વાગ્યાની આસપાસ ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટના બની ત્યારે બાળકના માતા-પિતા ઘરની બહાર હતા. જગદીશે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો બાળક ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. સમગ્ર ઘટનાને લઈને એવી આશંકાઓ કરવામાં આવી રહી છે કે, બાળકના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી જેના કારણે તેને અભ્યાસ છોડીને મજૂરી કામ કરવું પડ્યું હતું. આ કારણોસર તેને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હશે એવું કહેવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો જગદીશ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. જગદીશના દાદા દાદી વૃદ્ધ હતા અને તેના માતા-પિતાની માનસિક હાલત સારી ન હતી જેના કારણે તેને પોતાનો અભ્યાસ છોડીને મજૂરી કામ કરવું પડ્યું હતું. જગદીશ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેને ધોરણ 6 સુધી પોતાનો અભ્યાસ કર્યો હતો.

જગદીશ એ પોતાનું અભ્યાસ શરૂ રાખવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ તે શાળાએ જઈ શકતો ન હતો. આ ટેન્શનમાં જગદીશે આવું પગલું ભર્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે માતા પિતા પોતાની સંભાળ રાખી ન શકતા હતા. તેઓએ જ્યારે પોતાના એકના એક દીકરાને ગળાફાંસા ઉપર લટકતો જોયો. ત્યારે તેઓ સમજી ગયા હતા કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો.

દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોઈને માતા-પિતા ચોધાર રાસુએ રડી પડ્યા હતા. મિત્રો જગદીશ અટલી નાની ઉંમરે પોતાના માતા-પિતા અને દાદા દાદી ની સંભાળ રાખતો હતો. આ ઉપરાંત મજૂરી કામ કરીને ઘરનું ગુજરાત પણ ચલાવતો હતો. જગદીશનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*