મિત્રો આપણા દેશમાં આદિ પુરાણકાળથી ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગાય માતાની અંદર 33 કરોડ દેવી-દેવતાઓ ખાસ કરે છે. ઘણા વર્ષો પહેલા જ્યારે ઘરમાં રોટલી બને ત્યારે પહેલી રોટલી ગાય માતાની બનાવવામાં આવે છે. આજે પણ સૌ કોઈ લોકો ગાય માતાને પૂજે છે અને તેમની સેવા કરે છે.
ગાય માતાના દૂધથી નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલો સુધી દરેકને ખૂબ જ ફાયદો થાય છે. ગાયના દૂધમાંથી બનાવવામાં આવેલી છાશ, દહીં, થી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલું જ નહીં પરંતુ ગૌમૂત્ર પણ ઔષધી તરીકે વાપરવામાં આવે છે. ગાયના છાણા પણ ખૂબ જ ફાયદાકારક છે.
ગાયની દરેક વસ્તુઓ આપણા જીવન માટે ખૂબ જ એટલે ખૂબ જ ફાયદાકારક છે. ત્યારે આજે આપણે એક એવા ગૌપ્રેમી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેઓ ગાય માતાની પોતાના બાળક કરતાં પણ વધારે સંભાળ રાખે છે. આ વ્યક્તિ દિવસ રાત ગાય માતાની ખૂબ જ સેવા કરે છે. આ વ્યક્તિ ગાયના વાછરડાને પણ પોતાની પાસે સુવડાવે છે.
આપણે બધા વિચારતા હશું કે આ ભાઈ આવું શા માટે કરી રહ્યા છે. તો ચાલો જાણીએ આ ભાઈ વિશે વિગતવાર. આ ભાઈનું નામ વિજયભાઈ પરસાણા છે. તેઓ અમદાવાદ નજીક આવેલા મણીપુર વડગામની અંદર રહે છે. તેઓ એક ગૌપ્રેમી છે અને તેઓ પોતાની પાસે રહેલી ગાયોનું પોતાના બાળકો કરતાં પણ વધારે ધ્યાન રાખે છે.
ગાયો સાથે તેમની ખૂબ જ લાગણીઓ બંધાયેલી છે અને તેઓ નિસ્વાર્થભાવે ગાય માતાની સેવા કરે છે. વિજયભાઈ કરોડપતિ હોવા છતાં પણ કોઈ દિવસ ગાય પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. તેઓ હંમેશા ગાય અને તેના વાછરડા પાસે રહેવાનું પસંદ કરે છે. જ્યારે તેઓ ગાય પાસે રહે ત્યારે તેમને એક શાંતિનો અનુભવ થાય છે.
મિત્રો તમને જણાવી દઈએ કે વિજયભાઈ અત્યારે 5,000 વાર ના મોટા બંગલામાં એકલા રહે છે અને તેમનો આ બંગલો ખૂબ જ વિશાળ અને આલિશાન છે. મિત્રો વિજયભાઈ પાસે આટલો રૂપિયો હોવા છતાં પણ તેઓ ગાયને ભગવાન તરીકે માને છે અને ગાયને પોતાની માતાની જેમ સાચવે છે.
વિજયભાઈ હંમેશા ગાયને આસપાસ રહે છે અને તેમનું કહેવું છે કે ગાયની આસપાસ રહેવાથી તેઓ કોઇપણ દિવસ બીમાર પડ્યા નથી. વિજયભાઈ ગાય માતાને સવાર સાંજ ખૂબ જ પ્રેમ આપીને નવડાવે છે. પોતાની બંગલાની અંદર વાછરડાને ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડીને તેની સાથે જમે છે. એટલું જ નહીં પરંતુ વિજયભાઈ વાછરડાની સાથે પણ સુવે છે. તેઓને પહેલેથી જ ગાય પ્રત્યે ખૂબ જ પ્રેમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment