મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં નાના એવા બાળકોના ઘણા ક્યુટ અંદાજના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે. “મને ટ્યુશનમાં ન આવડે ઘરે જ આવડે” આવું રડતા રડતા બોલી રહેલો બાળક યાદ જ હશે. ઘણા સમય પહેલા આ બાળક સોશિયલ મીડિયામાં ખૂબ જ ખૂબ જ વાયરલ થયો હતો.
નાનકડો એવો બાળક પોતાની કાલીઘેલી ભાષામાં બોલતો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જોતા જોતા માં આ બાળકો ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેમસ બની ગયો હતો. તો ચાલો જાણીએ આ બાળક કોણ છે? અને ક્યાંનો છે? અને તેનો પરિવારમાં કોણ કોણ છે?
મળતી માહિતી અનુસાર નાનકડો એવો બાળક સુરતના કોસમાડા ગામમાં રહે છે. ત્રણ વર્ષના બાળકનું નામ રામ નિરવભાઈ કેવડિયા છે. આ બાળક ખૂબ જ ક્યુટ છે. રામના પિતા નિરવભાઈએ જણાવ્યું કે, રામને નાની એવી ઉંમરે ઘણું બધું બોલતા આવડી ગયું હતું. તે ચાલતા પણ નહોતો શીખ્યો તે પહેલા ઘણા બધા શબ્દો ચોખ્ખા બોલતા શીખી ગયો હતો.
વધુમાં વાત કરતા નિરવભાઈ જણાવ્યું કે, હું સીએના વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છું. ક્યારેક હું ઘરે કામ કરતો હોય અથવા તો કંઈક લખતો હોય તો રામને પણ આ વસ્તુ કરવાનું ખૂબ જ મન થાય છે. બીજા બાળકો અભ્યાસ કરતા હોય તેને જોઈને રામને પણ ભણવાની લગની લાગી ગઈ હતી.
અમે રામને નાની ઉંમરે ઘરઘરાવ ટ્યુશનમાં મોકલ્યો હતો. ટ્યુશનમાં પણ રામની ખૂબ જ મીઠી વાણીથી ટીચરને પણ મજા પડી ગઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે રામ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામનો વતની છે. તેનો સંપૂર્ણ પરિવાર અને તેના માતા પિતા 20 વર્ષથી સુરતની અંદર રહે છે. રામના દાદા વિઠ્ઠલભાઈ એ જણાવ્યું કે, રામ મારો લાડકો દીકરો છે અને તેમની વાત સાંભળવી મને ખૂબ જ ગમે છે.
ઘણી વખત તો રામ મને એટલા સવાલ કરે છે કે તેના સવાલના જવાબ આપી આપીને હું થાકી જાઉં છું. તે ગામડાની બોલી ખૂબ જ ચોખ્ખી બોલે છે. રામ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પરિવારના લોકોએ જણાવ્યું કે, હજુ રામની ઉંમર ખૂબ જ નાની છે અને અમે તેના ઉપર ભણતરનો કોઈ પણ પ્રકારનો ભાર આપતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment