હાલમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં માતાનામૃતદેહ પાસે એક બે વર્ષની બાળકે બેઠેલી જોવા મળી રહે છે અને માતાની બાજુમાં ત્રણ મહિનાની બાળકી રમી રહે છે. આ માસુમ બાળકોને કોઈ ખ્યાલ જ નથી કે તેની માતા હવે આ દુનિયામાં નથી રહે. માસુમ દિકરી પોતાના નાનકડા એવા હાથ વડે ચાદર હટાવીને માતાને બોલાવી રહી છે.
જ્યારે કોઈ જવાબ આપતું નથી. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો રડી પડ્યા હતા. માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનો મૃતદેહ લગભગ 6 કલાકથી હોસ્પિટલના પલંગ ઉપર પડ્યું હતું. પરંતુ કોઈએ તેને કાઢવાની તસ્દીત લીધી ન હતી. હોસ્પિટલ પ્રશાસનથી લઈને આ ઘટનામાં પોલીસ પણ બેદરકારી દાખવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ટોપ જિલ્લાના નગરકોટ નિવાસી કાલુ નામના વ્યક્તિએ જણાવ્યું કે, તેની બેનનું નામ શબાના હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.
તેની બેનનું સાસરિયું હરિયાણામાં હતું. ત્રણ મહિના પહેલા તેની નોર્મલ ડિલિવરી થઈ હતી. જેથી શબાના પહેર નગરફોટામાં આવી હતી. શુક્રવારના રોજ રાત્રે અચાનક જ શબાનાની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તેને અમે શનિવારના રોજ સારવાર માટે કોટા લઈ ગયા હતા. માતા-પિતા અને અન્ય પરિવારના લોકો પણ બહેનની સાથે ગયા હતા.
બપોરે 12 વાગ્યાની આસપાસ અચાનક જ મહિલાની તબિયત બગડી ગઈ હતી. જેથી તેને સારવાર માટે નેનવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં થોડીક વાર સારવાર ચાલી અને ત્યારબાદ ડોક્ટરે સમાચાર આપ્યા કે હવે મહિલા દુનિયામાં નથી રહી.
આ ઘટનાની જાણ થતા લગભગ અડધો કલાક બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ પોતાની દીકરીનું જલ્દીથી પોસ્ટમોર્ટમ થાય તે માટે પોલીસને વિનંતી કરી હતું. પરંતુ હોસ્પિટલમાં કોઈ તેની વાત સાંભળી ન હતી. સાંજના લગભગ સાડા છ વાગી ગયા છતાં પણ પરંતુ પરિવારના લોકોને મૃતદેહ આપવામાં આવ્યું ન હતું.
બીજી તરફ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મૃતદેહને કપડું ઢાંકીને મૂકી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ મહિનાની માસુમ બાળકી પલંગમાં મૃત્યુ પામેલી મહિલાની બાજુમાં સૂતી હતી અને નજીકમાં જ બે વર્ષની માસુમ દિકરી બેઠી હતી. બંને માસુમ દીકરીઓ પોતાની માતાના મૃતદેહ પાસે બેસીને રમી રહી હતી. બંનેને એવું હતું કે માતા સૂતી છે. પરંતુ આ બંનેને ખબર ન હતી કે તેની માતા હવે આ દુનિયામાં નથી રહી.
ત્યારબાદ બે વર્ષની દીકરી વારંવાર મૃત્યુ પામેલી માતાને ઓઢાડેલી ચાદર દૂર કરીને માતાને બોલાવવાનો પ્રયાસ કરે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. ઘણી બધી વિનંતી કર્યા બાદ મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મૃત દેને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment