હાલમાં બનેલી એક દર્દનાથ ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં સાપ કરડવાના કારણે માસુમ બાળકનું મૃત્યુ થયું હોય. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના માંડવી તાલુકાના બિદડા ગામમાંથી સામે આવી રહી છે. અહીં સાપ કરડવાના કારણે એક માસુમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
માસુમ દીકરીનું મૃત્યુ થતાં જ પરિવાર સહિત ગામજનોમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ગત 13 તારીખના રોજ સાંજના સમયે બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સાંજના સમયે બિદડાના ધોબીઘાટ વિસ્તારમાં રહેતા રાજન અધાયાભાઈ સંધારની 7 વર્ષીય દીકરી ઘરના આંગણામાં રમી રહી હતી.
પરિવારના તમામ સભ્યો પોત પોતાના કામ પર હતા. ઘરના આંગણામાં રમી રહેલી દીકરીને રમતા રમતા તરસ લાગી હતી. તેથી તે આંગણામાં પડેલા માટલામાંથી પાણી પીવા ગઈ હતી. આ દરમિયાન ઓટલા નીચેના પીલાણમાંથી અચાનક એક કાળોતરો બહાર આવ્યો હતો. તેને માસુમ બાળકીને ડંખ લગાવ્યો હતો.
જેના કારણે બાળકી રડવા લાગી હતી. તેથી પરિવારના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકો બાળકીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. સૌપ્રથમ પરિવારના લોકો બાળકીને બિદડાના સ્થાનિક ડોક્ટર જાડેજા પાસે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેને માંડવીમાં ડોક્ટર સચદેના દવાખાને લઈ જવામાં આવી હતી.
પરંતુ અહીં સારવાર દરમિયાન માસુમ બાળકી એ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. માસુમ દીકરીનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સાપ કરડવાના કારણે કુમળી કળી અચાનક મોરજાઈ ગઈ હતી. જેના કારણે પરિવારના લોકોને ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment